________________
વિશ્વ વ્યવસ્થતા # વિશ્વ વ્યવસ્થતા સમજવા લોકનું સ્વરૂપ સમજવું જરૂરી છે.
એમાં ત્રણ લોક છે. • ઉર્ધ્વ લોક મધ્ય લોક અધો લોક. સ્વર્ગાદિ -વૈમાનિક દેવોના સ્થાનને ઊર્ધ્વ લોક કહેવામાં આવે છે. સાત નરકાદિ - નારકીને રહેવાના સ્થાને અધો લોક કહેવામાં આવે છે. વચ્ચેનો ભાગ મધ્ય લોક છે. ત્રસનાડીમાં બધા જીવ રહે છે. મુખ્ય અઢી દ્વિપ છે.
જબૂ દ્વિપ૦ઘાતકી ખંડ-અર્ધપુષ્કરાઈ ખંડ આ બધામાં વસાહતી મનુષ્યોને રહેવાને પંદર કર્મભૂમિ કહેવામાં આવે છે. પાંચ ભરત ક્ષેત્રપાંચ ઐરાવત ક્ષેત્રપાંચ મહાવિદેહ ક્ષેત્ર. ૪ આ લોકમાં છ દ્રવ્ય છે.
જીવ ... અજીવ • ધર્માસ્તિકાય • અધર્માસ્તિકાય - આકાશ કાળ
જીવ અનંત છે. પુદ્ગલ અનંતાઅનંત છે. હરિ આ બધામાં જીવ - ચેતના સહિત છે. બાકી બધા દ્રવ્ય અજીવ છે. આ બધા દ્રવ્ય પોતાના
લક્ષણભેદથી ઓળખાય છે. વક જીવના લક્ષણ - અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ
અજીવના લક્ષણ - રસ, રંગ, ગંધ અને સ્પર્શ. જ આ વિશ્વ વ્યવસ્થાને આગમ - અધ્યાત્મના નામથી સમજાવવામાં આવી છે. જીવ દ્રવ્ય એક વસ્તુ છે. એની સ્વયં એકની વ્યવસ્થતાને અધ્યાત્મ કથન કહેવામાં આવે છે. બીજા દ્રવ્યોની
વસ્તુ વ્યવસ્થતા એટલે વિશ્વ વ્યવસ્થતા બતાવતા કથનને આગમ કહેવામાં આવે છે. 48 વસ્તુ વ્યવસ્થતા કે વિશ્વ વ્યવસ્થતા તો એમ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર
નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં બીજી કોઈ વસ્તુ હસ્તક્ષેપ કરી શકે એવી વિશ્વની વ્યવસ્થતા નથી. આ બહુ જ સુંદર વિશ્વ
વ્યવસ્થતા છે. જ દરેક દ્રવ્ય પોતાના ગુણ - પર્યાયોમાં પરિણમન કરતા રહેવા છતાં આખી વસ્તુ તો ટકીને જ
પડી છે. તેનો કોઈ દિવસ નાશ થાય એવી વ્યવસ્થતા નથી. જીવ અનંતકાળથી મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકીની પર્યાયમાં ફરતો રહે છે અને જ્યારે મુક્ત થાય ત્યારે સિદ્ધશીલા પર સ્થિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org