Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
8 ઉપાધ્યાયનું સ્વરૂપ: જેઓ ઘણા જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠન - પાઠનના
અધિકારી થયા છે તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મસ્વરૂપમાં એકાગ્રતા છે, અધિકત્તર તો તેમાં લીન રહે છે. કોઈવાર કષાય અંશના ઉદયથી ઉપયોગ ત્યાં સ્થિર ન રહે તો - તેઓ શાસ્ત્રો સ્વયં વાંચે છે અને બીજાઓને ભણાવે છે તે ઉપાધ્યાય છે.
ઉપાધ્યાયના ૨૫ ગુણ ૧૧ અંગ અને ૧૪ પૂર્વ પોતે ભણે અને ભણાવે. 88 સાધુનું યથાર્થ સ્વરૂપઃ આચાર્ય અને ઉપાધ્યાય ને છોડી ને અન્ય સમસ્ત જે મુનિધર્મના
ધારક છે અને આત્મ સ્વભાવને સાધે છે, બાહ્ય ૨૮ મૂળ ગુણોનું અને ઉત્તર ૮૪ લાખ ગુણોનું અખંડ પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ - બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે. સદા જ્ઞાન - ધ્યાનમાં જ જેમનો ઉપયોગ તલ્લીન છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે તેને સાધુ પરમેષ્ઠી કહે છે. મુનિના ૨૮ મૂળ ગુણઃ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ આવશ્યક. આ બધા મળીને ૨૧ ગુણ થયા અને સાત ઈત્તર આ પ્રમાણે છે. કેશ લોચ, વસ્ત્ર રહિત, અસ્નાનતા, ભૂમિ શયન, દાતણ ન કરવું, ઊભા ઊભા ભોજન કરવું, એક વખત જ આહાર
આ રીતે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. & ધર્મનું સત્ય સ્વરૂપ વસ્તુના સ્વભાવ રૂપ એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર યથાર્થ ધર્મ છે. પ્રયોજન ભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી તેમ આખી સૃષ્ટીમાં ક્યાંય બે જૈન નથી એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું?
તે માત્ર આ દર્શનની પરિપૂર્ણતા, સત્યતા, નીરાગીતા અને સૌથી અગત્યનું જગદિતસ્વીતા (સર્વ જગતનું હિત).
બાકીના સર્વ મતોના વિચાર જિન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી.
અન્ય પ્રવર્તકો પ્રતિ કાંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરવાની ભાવના નથી, પણ વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે.
પ્રિય ભવ્યો! જૈન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો એકે “દેવ” નથી.
જિનેશ્વરોને એવું કાંઈ પણ કારણ ન હતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધ, તેમ તેઓ અજ્ઞાની ન હતા કે જેથી મૃષા બોધાઈ જાય.
સર્વજ્ઞોએ પરૂપેલો દર્શન એ સર્વ અપેક્ષાએ પરિપૂર્ણ છે, જગહિતકારી છે.
જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. આ સંસાર સાગર તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.
Jain Education International
.
.
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42