Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 36
________________ 8 અઘાતી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ - વિયોગરૂપ અવસ્થાઓ થાય છે. મિથ્યાષ્ટિ જીવ તેને અનુકૂળ - પ્રતિકુળ માનીને તેનાથી હું સુખી - દુઃખી છું એવી કલ્પના વડે રાગ - દ્વેષ, આકુળતા કરે છે. પુણ્ય - પાપ બંને બંધન કર્તા છે પણ તેમ નહિ માનીને પુણ્યને હિતકર માને છે, તત્ત્વષ્ટિથી તો પુણ્ય પાપ બંને અહિતકર જ છે પરંતુ એવું નિર્ધારરૂપ માનતો નથી આ બંધ તત્ત્વની ભૂલ છે. લ$ નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન ચારિત્ર તે જ જીવને હિતકારી છે. સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ થાય તે વૈરાગ્ય છે. અને તે સુખના કારણરૂપ છે છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. આ સંવરતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. સંવરતત્ત્વની ભૂલ છે. આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી તેને સંવરપૂર્વક નિર્જરા કહેવામાં આવે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ થાય છે. તે તપ છે. છતાં મિથ્યાદ્રષ્ટિ એનું સમયક સ્વરૂપ જાણતો નથી એ નિર્જરા તત્ત્વની ભૂલ છે. 8 પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અથવા જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે. અને તે જ ખરું આત્મિક સુખ છે. પણ અજ્ઞાની તેમ માનતો નથી. બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ મિથ્યા માને છે તે મોક્ષ તત્ત્વની ભૂલ છે. આ બધી ભૂલોનું પરિણામ સંસાર પરિભ્રમણ છે. દેવ - ગર- ઘર્મનું યથાર્થ શ્રદ્ધાના # પાંચ પરમેષ્ઠીનું યથાર્થ સ્વરૂપ સમજી તેમના ગુણોનો મહિમા આવવાથી પોતાના શુદ્ધાત્માનો મહિમા આવે છે અને પોતાની પર્યાયમાં તેમના જેવા ગુણો પ્રગટ થાય એ મહત્વનું છે. “જે જીવ જાણતો અહંતને, ગુણ - દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે” અરિહંતનું યથાર્થ સ્વરૂપ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવના સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુટ્યરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપ વિશેષણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય વડે એવા ઉપયુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે. એવા અરિહંત ભગવાનના ચાર અનંત ચતુષ્ટય અને આઠ પ્રાતિહાર્યગુણો એમ મળીને બાર ગુણ છે. તે સિવાય ચોત્રીસ અતિશયો હોય છે. દશ જન્મના, દશ કેવળજ્ઞાનના અને ચૌદ દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે જ કરેલા છે. અનંત ચતુષ્ટય ચાર છે. તે આત્માશ્રિત છે. • અનંતજ્ઞાન ૦ અનંતદર્શન અનંત વીર્ય (શક્તિ) અનંત સુખ Jain Education International ૨પ "For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42