________________
4 આ સાત તત્ત્વોમાં જીવ અને અજીવ દ્રવ્ય છે. આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ
પર્યાય છે. 8 આવી રીતે સાત તત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું એ
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. # સમગ્દર્શન વિના ચારિત્ર, તપ કે વ્રત હોતાં નથી. 8 મિથ્યાદ્રષ્ટિ જીવ સાત તત્ત્વોના નામ બોલે, પણ હું જીવ છું વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત
છું, હું શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. &ી કોઈ શાસ્ત્રો ભણે અથવા ન ભણે પણ જીવાદિનું અંતરમાં ભાવભાસન છે તો.તે સમ્યગ્દષ્ટિ જ
શ્ન વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભિનિવેશ
એટલે અભિપ્રાય. # જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે અને એનું જે
શ્રદ્ધાન અર્થાતુ, આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિ વેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે.
સાત તત્ત્વની ભૂલ @ જીવતો ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ છે. તેને અજ્ઞાની જાણતો નથી. શરીર તે હું જ છું, શરીરના કાર્ય
હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ - પ્રતિકૂળ સંયોગથી હું સુખી - દુઃખી, શરીર આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે, એ વગેરે મિથ્યા અભિપ્રાય વડે જે પોતાના પરિણામ નથી પણ બધાય પર પદાર્થના પરિણામ
છે તેને આત્માના પરિણામ માનવા એ જીવ તત્ત્વની ભૂલ છે. 8 મિથ્યાષ્ટિ જીવ એમ માને છે કે શરીરનો સંયોગ થતા હું જન્મયો અને શરીરનો નાશ થતા હું
મરી જઈશ. જડ પદાર્થોના પરિવર્તનને પોતાનું પરિવર્તન માનવું. જે અજીવની અવસ્થાઓ થાય છે તેને પોતાની માને છે. તેમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે એ અજીવ તત્ત્વની ભૂલ છે. અજીવ ને જીવ માને છે અજીવતત્ત્વની ભૂલ છે. જીવ અથવા અજીવ કોઈ પણ પર પદાર્થ આત્માને કાંઈ પણ સુખ કે દુઃખ, બગાડ-સુધાર કરી શકતા નથી. છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તુત્વ, મમત્વ, મિથ્યાત્વ અને રાગ
ષાદિ શુભાશુભ આન્દ્રભાવ તે પ્રત્યક્ષ દુઃખ દેનાર છે. છતાં અજ્ઞાની જીવ તેમને સુખકારી માની સેવે છે, શુભભાવ પણ બંધનનું કારણ છે, આસ્રવ છે તેને હિતકર માને છે. આ આસ્રવ તત્ત્વની ભૂલ છે.
૩૪ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org