Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 33
________________ નહિ પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે. મહાત્માઓનો આ અનભવ છે. 48 દ્રવ્યાનુયોગ જેવા ગંભીર શાસ્ત્રો પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમમાં વિચારવા અને અધ્યન કરવાં યોગ્ય છે અને તે પણ ઢ વૈરાગ્ય અને જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિપૂર્વક કરવામાં આવે તો તેનું સાર્થકપણું છે. કે શાસ્ત્રોમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કરી છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. & પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે. આમાં આત્મહિતના રહસ્યને પ્રદર્શીત કરવામાં આવ્યું છે. સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. તથાપિ સત્પુરુષને વિષે, તેના વચનના વિષે, તેના વચનના આશયને વિષે, પ્રીતિ - ભક્તિ થાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. # પૂર્વે થયેલાં જ્ઞાની અને તેમના વચનરૂપ શાસ્ત્રો કરતાં પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમનો મુમુક્ષુ જીવે તફાવત જાણવો આવશ્યક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન - ઉપકાર; એવો લક્ષ્ય થયા વિના, ઉગે ન આત્મવિચાર.” ક્ર જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપે છે એવા પ્રગટ જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ વિના બીજા કોઈ આત્મસ્વરૂપને યથાર્થ વિધિએ દર્શાવી શકવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષથી આત્મસ્વરૂપ જાણ્યા વિના કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી. 8 પ્રાયઃ મુમુક્ષુ જીવ આત્મહિત ના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે, પણ અનાદિ સંયોગષ્ટિ અને પર્યાયબુદ્ધિને વશ તે ક્રિયા અને વિકલ્પમાં અહંમપણું સહજ આવી જાય છે. આ પ્રકારના દોષથી બચવા અને સ્વભાવ પર દૃષ્ટિ કરવા માથે જ્ઞાની ગુરુ અવશ્ય જોઈએ. ક્કિ એક જ્ઞાની પ્રત્યેનાં વિરોધમાં અનંતજ્ઞાનીનો વિરોધ છે અને પ્રત્યક્ષ એવા એક એવા જ્ઞાનીના સમ્યફ આદરમાં અનંત જ્ઞાનીનો આદર છે. જ્ઞાનીના પરમ આદરભાવમાં મુમુક્ષુને દર્શન મોહિનીની મંદતા ભજે છે અને બોધગ્રહણની યોગ્યતા આવે છે. મુમુક્ષુ જીવને અલ્પકાળે, અલ્પ પ્રયાસે સર્વ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારે અનિષ્ટોથી બચવાનું કારણ પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે. માનાદિ શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” Jain Education International For Perso32 Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42