________________
& જેનું હોનાહાર સારું જ છે તેવા જિજ્ઞાસુ જીવને નિશ્ચિત ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને
લાયક જ છું. તેમાં તેને શંકા પડતી નથી. 8 સ્વભાવની લગ્નના બળે જ્ઞાનની કોઈ ભૂલ હોય તો નીકળી જાય છે. હ8 ઉપરોક્ત અનેક પ્રકારે મુમુક્ષુ જીવની યથાર્થ યોગ્યતા હોય તો તે યોગ્યતા જ જ્ઞાનપ્રાપ્તિનું
પ્રબળ કારણ છે. છે જેને અતિન્દ્રિય આનંદની તાલાવેલી જાગી છે તેને આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ
લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ. ક પરથી વિરકતતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના, સ્વભાવના સામર્થ્યની શ્રદ્ધા વિના પરિણામ અંદરમાં આવી શકે નહિ. આ સહજ સ્થિતિનો નિયમ છે.
મોક્ષાર્થની ભૂમિકામાં સતપુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ & સન્માર્ગના અનુભવી સત્પુરુષની વિદ્યાનતામાં, તેમનું સાનિધ્ય સેવતાં, ઘણા દોષોમાંથી
છૂટવાનું સંભવે છે. તેમ જાણીને પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ માર્ગ પ્રાપ્તિનું પ્રબળ
કારણ છે. ફીક સ્વચ્છેદે જીવ બાહ્ય - ધર્મ સાધનવાળી પ્રવૃત્તિમાં બહિર્ભાવમાં વર્તે છે, તેમાં પરમાર્થની કલ્પના કરે છે. આવી ભૂલને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોણ બતાવે? તેથી પ્રત્યક્ષ સત્પરુષ સત્સંગ
દ્વારા અનિવાર્ય છે અને અનંત ઉપકારી છે. $ જો કે વર્તમાન હીન કાળમાં, પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે, તો પણ પૂર્વના મહા પુણ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની કોઈ બીજી રીતે ન થઈ શકે તેટલી કિંમત છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ સર્વ શાસ્ત્ર કહે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃતિ થવી સંભવતી નથી. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાંથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે અને અનેક પ્રકારના દોષ, માન, સ્વચ્છંદ, લોભ આદિ કષાય તથા મિથ્યાત્વના સૂક્ષ્મદોષો અને
અજ્ઞાન ટાળવાનું કારણ બને છે. ક8 મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રોગ, વેષાદિ અવગુણ દબાય છે. મોટા પુરુષનું શરણું લેતાં દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ
થશે. ગુરૂનું શરણ લેતાં ગુણનિધિ ચૈતન્ય દેવ ઓળખાશે. ફિ વળી દેશનાલબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહિ.
અનંતકાળ નિજ છંદે (કલ્પનાએ) ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org