________________
• એકાંતવાસને વખાણનાર • તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી આહાર, વિહાર, નિહારનો નિયમી
પોતાની ગુરુતા દબાવનાર એવો કોઈ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે.
મોસાળનું સ્વરૂપ કિ મુમુક્ષુ જીવનાં પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રત્તમ ભાવના હોય છે. તેમજ સ્વરૂપ
સમજવાની - ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. અંદરથી ઉત્પન્ન થયેલી આ
ખાસ જિજ્ઞાસા છે. દ8 પરિપૂર્ણ શુદ્ધ પ્રાપ્તિ કરવાનું ધ્યેય બાંધનાર અને તે ધ્યેયને પૂરી લગ્નીથી અનુસરવાની
ધગશવાળો જીવ યોગ્યભૂમિકા વાળો હોવાથી તેને આત્મહિત એજ માત્ર પ્રયોજન રહે છે. શ્રી આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીણ અને સૂક્ષ્મ દૃષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને, પૂર્વે ગ્રહેલાં વિપરીતતાના પ્રકારો શિથિલ થાય
અને ગૌણ થઈ જાય છે. િસ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની તીવ્રતા એટલી હોય છે કે સ્વાનુભૂતિ થયાં પહેલા ગમે તેવા
ઉચ્ચ કોટીના શુભ પરિણામ થવા છતાં અંદરમાં ખટક રહ્યા કરે. ક્ર સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગનીવાળી ભાવના રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદવિજ્ઞાનના અભ્યાસને નીપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. & સત્ શાસ્ત્રો અને પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. યથાર્થ જ્ઞાન ભાવનાનું ઉત્પાદક હોવાથી આ ભાવનાનું પડખું મુમુક્ષની ભૂમિકામાં મુખ્ય છે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના યથાર્થ હોવાથી, ચૈતન્ય પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એ જ વસ્તુનો સ્વભાવ છે. આત્માર્થને પોષણ મળે તે કાર્ય થાય છે. વિભાવનો રસ નીતરતા સ્વભાવ સન્મુખ જીવ થવા
લાગે છે. ૨ અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય. આત્મા સિવાય મારે કાંઈ પણ
જોઈતું નથી એવી લગ્ની લાગે. જીવન આત્મમય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમજ હોય કે આ કાર્યથી લાભ છે. મારે આજ કરવું છે. તે વર્તમાન પાત્ર છે.
Jain Education International
૨ For Personal & Private Use Only
www.jainelibrary.org