Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
આઠ પ્રતિહાર્ય -
• અશોક વૃક્ષ • સિંહાસન • ચામર • ત્રણ છત્ર
•દેવ દુદુભિ પુષ્પ વૃષ્ટિ • ભામંડળ • દિવ્ય ધ્વનિ $ સિદ્ધનું યથાર્થ સ્વરૂપ:- જે ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને મુનિધર્મ સાધન વડે ચાર ઘાતિ કર્મોનો - જ્ઞાનવરણીય, દર્શના વરણીય, મોહનીય, અંતરાય - નાશ થતાં અનંત ચતુણ્ય પ્રગટ કરીને કેટલાક સમય પછી ચાર અઘાતિ કર્મો - નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય નાશ થતાં સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે.
લોકના અગ્ર ભાગમાં કિંચિત્જુન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે તે સિદ્ધ
જ સિદ્ધ ભગવાનના આઠ ગુણ
અનંતજ્ઞાન સૂક્ષ્મત્ત્વ • અનંત દર્શન • અવગાહનત્ત્વ ૦ સમ્યક્ત • અવ્યાબાધ
અનંતવીર્ય અગુરુ લઘુત્ત્વ ગુરુનું યથાર્થ સ્વરૂપઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. - સામાન્ય પણે સાધુ ગુરુમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગમુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચીત્ મંદ રાગના ઉદયે શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય માને છે, તીવ્ર કષાયનો (કષાયની ત્રણ ચોકડીનો) અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી. એવા મુનીરાજ જ સાચા ભાવલિંગી સંત - સાચા સાધુ પુજનીય છે. આચાર્યનું સ્વરૂપ: જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રની અધિકતાથી પ્રધાન પદ પ્રાપ્ત કરીને મુનીસંઘના નાયક થયા છે. જેમાં મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણમાંજ મગ્ન રહે છે. પણ કોઈવાર રાગાંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે. દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે. આવું આચરણ કરનાર અને કરાવનાર મુની સંઘના નાયક આચાર્ય કહેવાય છે. આચાર્યના ૩૬ ગુણઃ ઉત્તમક્ષમાદિ દશ ધર્મ, બાર પ્રકારના તપ, પાંચ આચાર, આવશ્યક, ત્રણ ગુપ્તિ એમ મળી કુલ ૩૬ થયા.
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42