Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 26
________________ # વીતરાગ વૃતિનો અભ્યાસ એટલે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના. સમ્યગ્દર્શન એટલે રાગરહિત પોતાના અસ્તિત્વની પ્રતીતિ. સમ્યજ્ઞાન એટલે રાગરહિત અસ્તિત્વનો બોધ અને સમક્યારિત્ર એટલે રાગરહિત શુદ્ધ નિજ પરિણતિ. સમગ્દર્શન પ્રાપ્ત કરવાની - વીતરાગવૃત્તિનો અભ્યાસ કરવાની પ્રેરણા કરતાં જ્ઞાનીઓ કહે છે, “હે ભવ્ય!પ્રથમ તું જ્ઞાન સ્વરૂપ આત્મામાં સ્વબુદ્ધિ કરી, શરીરમાં અને રાગમાં સ્વપણું માનવું છોડી દે. તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે તેનો સ્વીકાર કર, તેની શ્રદ્ધા કર, તેની પ્રતીતિ કર, તેનો અનુભવ કર. તારા સ્વભાવમાં રાગાદિ અંગારા કે ક્રોધાદિ વિભાવભાવ છે જ નહિ. વિપરીત માન્યતાથી - મિથ્યાત્વની અગ્નિમાં તું શેકાઈ રહ્યો છે. તું તો શાંતરસથી ભરેલો છે. જ્ઞાનાનંદ, અનંત સુખ તારો સ્વભાવ છે. રાગાદિથી જુદું જ્ઞાન જ સ્વપણે અનુભવાય છે. એ જ્ઞાનપણે જે અનુભવાય છે તે પોતે જ તે આત્મા છે. તેની શ્રદ્ધા કર!” જ્ઞાન અને રાગનો સમય એક હોવા છતાં તેમનાં સ્વરૂપમાં અત્યંત ભિન્નતા છે. જ્ઞાનમાં તન્મયપણે વર્તનાર જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતાં સમ્યક ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. મિથ્યાત્વરૂપી પ્રથમ ગુણસ્થાનનો અંત આવે છે. 6 આત્માનો સહજ જ્ઞાયક સ્વભાવ તે ત્રિકાળી છે. “અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ.” આવા શુદ્ધ આત્મ સ્વરૂપને જેણે લક્ષમાં લીધું, તેમાં અંતર્મુખ થઈને, તે શુદ્ધ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ એકાગ્ર કરતાં તેનો અનુભવ થાય છે, સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. આ જ મોક્ષમાર્ગની શરૂઆત છે. ચોથું ગુણસ્થાન બહુ જ અગત્યનું છે. • વિક પછી ભૂમિકાનુસાર જેમ જેમ પરદ્રવ્યો પ્રત્યેનો રાગ ઓછો થાય છે તે જીવ શ્રાવકના બારવ્રત અંગીકાર કરી પાંચમે ગુણસ્થાને આવે છે. આત્મજ્ઞાન વગરના વ્રત બહુ ઉપયોગી નથી. હજી જીવ આગળ વધી સર્વસંગ પરિત્યાગ કરી મુનિ - દિક્ષાવ્રત ધારણ કરી છઠે ગુણસ્થાને આવે છે. ત્યાં તેને કષાયની ત્રણ ચોકડીનો અભાવ હોય છે અને અઠાવીસ મૂળ ગુણના પાળનાર ભાવલીંગી સંત મહાન છે. થી પોતાની અંતરસાધનામાં વધુને વધુ ઊંડો ઉતરતો જીવ ગુણસ્થાન ચડતો જાય છે અને કેવળજ્ઞાન પામી બારમે ગુણસ્થાને પહોંચે છે. વિક હવે માત્ર જ્યાં સુધી યોગ છે, તે પણ અયોગી કેવળ થઈ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ સિદ્ધપદ ચૌદમે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. શિક આ રીતે સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધનાનો કમ બરાબર સમજી તે માર્ગે પ્રયાણ કરવું એ જ Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42