________________
• નય :- વસ્તુના એક દેશ (ભાગ) ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. પ્રમાણ દ્વારા
ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે તે નય છે.
શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. • નિક્ષેપ - યુક્તિ દ્વારા તેના પ્રમાણ જ્ઞાન દ્વારા) સંયુક્ત માર્ગ પ્રમાણે થતાં કાર્ય વશથી નામ, સ્થાપના, દ્રવ્ય (યોગ્યતા રૂપ શક્તિ) અને ભાવમાં પદાર્થના નિક્ષેપ કહે છે. જ સામાન્ય સ્વરૂપ - આ છ દ્રવ્યાત્મક લોકમાં અનંત વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. આ સામાન્ય વિશેષાત્મક વસ્તુઓ જ પ્રમાણનો વિષય છે અર્થાત પ્રમેય છે. જ્ઞાનનો વિષય અથવા શેય છે. આ બધાને સમ્યકજાણવાવાળો જ્ઞાન જ પ્રમાણ છે. સમ્યકજ્ઞાન પ્રમાણ છે. અને નય પ્રમાણનો એક દેશ છે. નયના પ્રકારઃ- નયના મુખ્ય બે પ્રકાર છે. નિશ્ચિય વ્યવહાર જ્યારે સામાન્ય વિશેષાત્મક વસ્તુને સામાન્ય અને વિશેષ આ અંશોમાં વિભાજીત કરીને સમજવામાં આવે છે તો સામાન્ય અંશને વિશેષ કરવાવાળા નયને નિશ્ચિયનય કહેવામાં આવે છે અને વિશેષાંસને વિશેષ કરવાવાળા નયને વ્યવહારનય કહેવામાં આવે છે. સામાન્યને અભેદ, દ્રવ્ય, શુદ્ધનય, નિશ્ચિય, સ્વભાવ પણ કહેવામાં આવે છે. સામાન્ય ધ્રુવ દ્રવ્યાંશ છે અને વિશેષ પર્યાય છે. એટલે સામાન્ય દ્રવ્યને વિષય બનાવવાવાળા નયને દ્રવ્યાર્થિક નય કહે છે અને પર્યાયને વિષય બનાવવાવાળા નયને પર્યાર્થિક નય કહે છે. જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકનય છે. જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિકન કહે છે. વર્તમાન પર્યાયને જોનારી દષ્ટિ પર્યાયષ્ટિ છે અને ત્રિકાળી સ્વભાવને
જોનારી દષ્ટિ દ્રવ્ય દષ્ટિ છે. 8 શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર - કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. બીજા કોઈ જ્ઞાનમાં નથી શ્રુતજ્ઞાનમાં પણ જેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે; જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન પોતાના વિષયને યોગ્ય પદાર્થ સકળ કાળ ક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે તેમાં એક દેશરૂપ નય હોય છે. 8 નયોના જ્ઞાનની આવશ્યકતા -
સમસ્ત જિન આગમનયોની ભાષામાં નિબદ્ધ છે. આગમના ગહન અભ્યાસ માટે નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. આત્માના સમય; અવલોકન અર્થાત્ અનુભવને માટે પણ નવિભાગ દ્વારા ભેદવિજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. • જિનાગમમાં મર્મને સમજવાને માટે નયોનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવા નયોનું જ્ઞાન જરૂરી નહિ અનિવાર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org