Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 23
________________ અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચયનયના વિષય ભૂત અર્થમાં એકાગ્ર થવા પર થાય છે. એટલે નિશ્ચયનયને છોડી દેવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. આત્માનો અનુભવ નહિ થાય. બીજી રીતે વિચાર કરીએ તો મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહેવામાં આવે છે તથા જે ત્રિકાળી ધ્રુવ નિજ શુદ્ધાઝ્મા વસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે તેને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગરૂપ તીર્થ અને નિશ્ચયને નહીં માનવાથી શુદ્ધાત્મ તત્ત્વનો લોપનો પ્રસંગ ઉપસ્થિત થશે. એટલા માટે વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માનવું. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી નિશ્ચય - વ્યવહાર બંને હોય છે. પૂર્ણતા થઈ ગઈ અર્થાત્ સ્વયંમાં પૂર્ણ સ્થિર થઈ ગયું ત્યાં બધી પ્રયોજન સિદ્ધિ થઈ ગઈ એમાં તીર્થ અને તીર્થનું ફળ આવી ગયું. જે લોકો સમસ્ત નયોના સમૂહને શોભિત આ ભાગવત્ શાસ્ત્રોને નિશ્ચય અને વ્યવહાર નયના અવિરોધથી જાણે છે તે શાશ્વત સુખને ભોગવવાવાળા હોય છે. ૐ નયોને જાણવાનું પ્રયોજન :- એક નય કર્મ - નોકર્મને વ્યવહાર કહી રાગને નિશ્ચય કહે છે. વળી તે જ રાગને એક વ્યવહાર કહી નિર્મળ પર્યાયને નિશ્ચય કહે છે. વળી તે નિર્મળ પર્યાયને વ્યવહાર કહી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિશ્ચય કહે છે. આ રીતે નયો વસ્તુના અનેક ધર્મોને બતાવે છે. પણ જે યથાર્થ ન સમજે તેને ઈંદ્રજાળ જેવી ગૂંચવણ લાગે છે. ખરેખર તો નયો વસ્તુના સ્વરૂપનું અનેકાન્તપણું બતાવી સમ્યક્ એકાંત એવા ત્રિકાળી ધ્રુવ સામાન્ય દ્રવ્યનો આશ્રય કરાવે છે. તે આ નયોને જાણવાનું પ્રયોજન છે. ૐ નિશ્ચયનય ભેદ-પ્રમેદ :- ♦ શુદ્ધનિશ્ચયનય ♦ અશુદ્ધનિશ્ચયનય શુદ્ધનિશ્ચયનયના ત્રણ ભેદ છે ઃ પરમ શુદ્ધ ♦ સાક્ષાત શુદ્ધ - એકદેશ શુદ્ધ વ્યવહારનય ભેદ-પ્રભેદ : સદ્ભૂત વ્યવહારનય છે અસદ્ભૂત વ્યવહારનય સદ્ભૂત અને અસદ્ભૂતના અનુપચરિત અને ઉપચરિત ભેદથી બે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ૐ એવી જ રીતે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયથી પણ તેના ભેદ છે. એના પણ બંનેના ત્રણ ત્રણ પેટા વિભાગ - ભેદ પડે છે. Jain Education International ૨૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42