Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 13
________________ છે અને જે પર્યાયો થાય છે તે પણ ક્રમબદ્ધ જ થાય છે. 89 પ્રત્યેક વસ્તુ વ્યવસ્થિત એક નિશ્ચિતક્રમ અનુસાર જ પરિણમિત થાય છે. કઈ વસ્તુમાં કયા સમયે કઈ પર્યાય ઉત્પન્ન થશે - એ નિશ્ચિત જ છે. માટે ક્રમબદ્ધ પર્યાય' એ વસ્તુના પરિણમનની વ્યવસ્થતા છે. પ્રતિસમયની યોગ્યતા અનુસાર નિશ્ચિત ક્રમમય પરિણમન થવાનો નિયમ જ ‘ક્રમબદ્ધ પર્યાય” છે. વક સંપૂર્ણ જિનાગમમાં કમબદ્ધ પર્યાયી ઠેર ઠેર ચર્ચાયેલ જ છે. આના ઉદાહરણ વારંવાર કહેવામાં આવેલ છે. & કમબદ્ધ પર્યાય'ને સમજવાની આવશ્યકતા તો એનું સ્વરૂપ સમજવાથી જ સમજી શકાય છે. 8 હવે પ્રશ્ન એ થાય છે કે આ કોણે જોયું? કોણે જાણ્યું? અને કોણે નક્કી કર્યું? - આનું એક માત્ર સમાધાન આ જ છે. સર્વજ્ઞ ભગવાને એના કેવળજ્ઞાનમાં આ જોયું અને જાણ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યેક વસ્તુની ભૂત-વર્તમાન અને ભવિષ્યની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જણાય છે તથા વસ્તુનું પરિણમન સર્વજ્ઞ દ્વારા જણાવેલ ક્રમાનુસાર જ થાય છે. અહિં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સર્વશનું જ્ઞાન વસ્તુના પરિણમનનો ક્રમ નિશ્ચિત કરવાવાળું નથી. નિશ્ચિત કમાનુસાર પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે. કેવળજ્ઞાન તો તે કમનો જ્ઞાતા છે, જે ક્રમથી વસ્તુ પરિણમન થાય છે. ઈશ્વર - ભગવાન કે સર્વજ્ઞ વસ્તુનો હર્તાકર્તા નથી. સર્વજ્ઞતા ક્રમબદ્ધ પરિણમનની જ્ઞાયક છે - કારક નથી. વિક ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાથી સહજ જણાય છે કે મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે નિજ વૈકાલિક જ્ઞાયક સ્વભાવમાં તન્મય થવું અનિવાર્ય છે. ક્રમબદ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. “હું માત્ર જાણનાર જ છું - કાંઈ કરનાર નથી - પરદ્રવ્યના પરિણમનમાં મારે કાંઈ કરવાનું નથી. જે કંઈ થઈ રહ્યું છે તે પોતાના સ્વભાવથી જ ક્રમ અનુસાર થઈ રહ્યું છે. તેનો પણ હું માત્ર જાણનાર જ છું મારું કર્તાપણું ક્યાંય નથી.” જે કમબદ્ધ પર્યાયમાં સર્વજ્ઞ પણ કંઈ ફેરફાર કરવા સમર્થ નથી તો પછી સામાન્ય માનવી શું કામ હું, હું કરું એવી કર્તુત્વબુદ્ધિમાં રાચી રહ્યો છે? બહુ જ સમજવાની જરૂર છે. “હું Jain Education International For Perso2 Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42