Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 14
________________ કરું, હું કરુ એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે” આ વિશ્વની આખી વ્યવસ્થતા એટલી બધી સ્વયં સંચાલીત છે કે ખરેખર કોઈએ એમાં કાંઈ કરવાનું જ રહેતું નથી. 28 ક્રમબદ્ધ પર્યાયને સમજવામાં એકાંતનિયતવાદ તથા પુરુષાર્થહીનતાનો ભય સર્વાધિક બાધક તત્વ છે. એકાંત નિયતવાદથી ભયાકાંત લોકો કહે છે - “જો બધું જ નિશ્ચિત માની લેવામાં આવે તો લોકમાં કાંઈ વ્યવસ્થતા જ નહી રહે” વ્યવસ્થતા કરવાની જે કબુદ્ધિ જીવમાં પડી છે તેનો આ પુકાર છે. અવ્યવસ્થતા પણ સત્ છે. પુરુષાર્થ નથી કરવો અથવા પુરુષાર્થ શબ્દની પરિભાષા જેમને ખબર નથી - સત્ય પુરુષાર્થ કોને કહેવાય? તે લોકોને આમાં પુરુષાર્થ હિનતાનો ભય રહે છે. પણ જે કાંઈ તુ નથી કરતો એ પણ પુરુષાર્થ નથી તો બીજું શું છે? પુરુષાર્થ તો સતત થયા જ કરે છે. શાસ્ત્રોમાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ને પુરુષાર્થ કહ્યા છે. સામાન્ય માનવી અર્થ અને કામના પુરુષાર્થથી પરિચીત છે પણ ધર્મ અને મોક્ષના સત્ય પુરુષાર્થની તેને ખબર નથી. ખરેખર જોઈએ તો વીર્યગુણના કારણે પ્રત્યેકદ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સમયે પુરુષાર્થપૂર્વક જ થાય છે. પુરુષાર્થરહિત કાંઈ જ નથી. અજ્ઞાની જીવ પંચેન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિને કારણે અર્થ અને કામ પુરુષાર્થમાં મગ્ન - તન્મય, એકાગ્ર રહે છે, વ્યસ્ત રહે છે અને તેને પુરુષાર્થ માને છે. જ્ઞાની જીવ ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં સ્વભાવ સન્મુખ રહે છે. આ જ સત્ય પુરુષાર્થ છે. આ રીતે થોડાક લોકો ને અવ્યવસ્થીત પરિણમન સ્વીકારવામાં અવ્યવસ્થતા દેખાય છે. પરંતુ જો સમગ્ર પરિણમન વ્યવસ્થતા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો કાંઈ પણ અવ્યવસ્થિત નથી પરંતુ સર્વ વ્યવસ્થતા અતિ સુંદરતમ્ છે એ ખ્યાલમાં આવશે. વક જગતમાં જે કાંઈ પણ વ્યવસ્થિત દેખાય છે તે તો વ્યવસ્થિત જ છે. પરંતુ જે કાંઈ પણ અવ્યવસ્થિત દેખાય છે તે પણ પૂર્ણ વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. ભલે એ આપણને અવ્યવસ્થિત લાગે પરંતુ જગતમાં કાંઈ પણ અવ્યવસ્થિત નથી. જે અવ્યવસ્થતા આપણને જગતમાં દેખાય છે તે ખરેખર એમ છે જ નહિ કારણ કે વ્યવસ્થિત જ છે. ખરેખર અવ્યવસ્થતા આપણી દ્રષ્ટિમાં જ છે. જેની મતિ અવ્યવસ્થીત છે તેને જગત અવ્યવસ્થિત જ દેખાય છે. વક ક્રમબદ્ધ પરિણમનનો અર્થ માત્ર કાળની નિયતી જ નહિ, એમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) કાળલબ્ધિ (૩) નિયતિ (ભવિતવ્યતા) (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. એ બધાના નિશ્ચિત થવાનો નિયમ છે. આ પાંચે ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. આત્માની ઉપલબ્ધિમાં પણ પાંચ સમવાય જોઈએ. ..: તો ૧૨ Jain Education International , For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42