Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 12
________________ અનેકાન્તવાદ અને જ્ઞાનસ્વભાવીની ભાવના તથા જ્ઞાનનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. શિક આ રીતે આપણે જોઈએ છીએ કે, ક્રમબદ્ધ પર્યાય'ના સિદ્ધાંતમાં સર્વજ્ઞતા સૌથી બળવાન હેતુ છે. જે સર્વનો જાણે તે સર્વજ્ઞ. કેવળજ્ઞાન' શબ્દનો મહિમા આવતા ભગવાન આત્માનો મહિમા આવે છે. જેથી જગતના બીજા પદાર્થોનો મહિમા ઓછો થાય છે. વિ કેવળ જ્ઞાનનો વિષય તો સમસ્ત દ્રવ્યો અને તેમની ત્રાણ કાળ સંબંધી સમસ્ત પર્યાયો છે. જે કાંઈ થઈ ગયું છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો તે બધું જ વર્તમાનવત્ સ્પષ્ટ ઝળકે છે. “સર્વ દ્રવ્યોની પૃથ્થક પૃથ્થક ત્રણે કાળે થનારી અનંતાનંત પર્યાયો છે. આ બધામાં કેવળજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. એવું ન કોઈ દ્રવ્ય છે અને ન પર્યાયસમૂહ છે જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હોય. કેવળજ્ઞાનનું માહત્મ અપરિમિત છે.” ફ્રિ વ્યવહારનયથી કેવળી ભગવાન સર્વ જાણે છે અને દેખે છે; નિશ્ચિયનયથી કેવળજ્ઞાની (સર્વજ્ઞ) પોતાના આત્માને જાણે છે અને જુએ છે. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ'. % વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે, તથાપિ સર્વજ્ઞનો નિર્ણય કરવાવાળાને જ આનો યથાર્થ નિર્ણય થાય છે અને સર્વજ્ઞનો નિર્ણય કરવાવાળાની જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી નિર્મળ પર્યાયો થાય છે. આના સિવાયનતો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે અને ન તો શુદ્ધ પર્યાય થાય છે. આ રીતે આમાં સમ્યક પુરુષાર્થ છે. ફક નિશ્ચિયથી જે સમસ્ત દ્રવ્યોને અને તેમની સમસ્ત પર્યાયોની શ્રદ્ધા કરે છે તે સમષ્ટી છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાષ્ટિ છે. કે હું તે સિદ્ધોને વંદન કરું છું - જે નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે અને વ્યવહારનયથી લોકાલોકને સંશયરહિત પ્રત્યક્ષ દેખતા - જાણતા થકા સ્થિર રહ્યા છે. 8 તીર્થકર ભગવાનના આભા મંડળમાં ભવ્ય જીવોને પોતપોતાના સાત ભવ દેખાય છે. તે સાત ભવોમાં ત્રણ ભવ ભૂતકાળના, ત્રણ ભવ ભવિષ્યના અને એક વર્તમાન ભવ દેખાય છે. આ જો બધું કમનિયમિત ક્રમબદ્ધ હોય તો જ જણાય ને! જેવું સર્વજ્ઞ ભગવાને જોયું છે એવું જ થાય છે. એમાં સર્વજ્ઞ અને સર્વજ્ઞતાની દ્દઢ પ્રતીતિ જ છે. શુદ્ધ આત્માની જ પ્રતીતિ # જગતની પ્રત્યેક સત્તા ઉત્પાદ - વ્યય - ધોવ્યાત્મક છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમયનવા પર્યાયનો ઉત્પાદ અને વર્તમાન પર્યાયનો વ્યય થતો રહે છે તથા દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ જ ટકી રહે Jain Education International For Persol 1 Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42