Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 3
________________ જૈન દર્શન” અમુલ્ય તત્ત્વચિંતન પ્રસ્તાવના : 88 જે જીવ અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે યથાર્થ જાણે છે તે જીવ દ્રવ્ય - ગુણ - પર્યાત્મક નિજ આત્માને જાણીને પોતાના અભેદ શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને એ આશ્રયથી તેનો મિથ્યાત્વ મોહનાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. # ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે અને તે પ્રાપ્ત કરવા માટે ઘણા બધા જુદા જુદા પ્રયોજનભૂત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જૈન દર્શન - જિનવાણીનો વિસ્તાર અને ઉંડાણ અગાઢ અને અમાપ છે. તેટલી જ તેની અંદર સૂક્ષ્મતા છે. કે આ કાળમાં ક્રિયાકાંડવિમૂઢ જૈન જગતને વસ્તુસ્થિતિનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સારી રીતે સમજાય એ હેતુથી જુદા જુદા વિષયોની રૂપરેખા આપવાનો પ્રયાસ છે. ત્રણ લોકમાં જીવ અનંત છે. તે સર્વ દુઃખથી ભય પામી સુખ મેળવવા ઈચ્છે છે. આત્માનું હિત સુખ છે, તે આકુળતા રહિત છે. મોક્ષમાં આકુળતા નથી. તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી નીચેના વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ આવશ્યક છે. છ અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ જરૂરી છે. જૈન દર્શનનું સ્વરૂપ. વિશ્વ વ્યવસ્થતા. વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા. ક્રમબદ્ધ પર્યાય. ૦ઉપાદાન - નિમિત્ત અને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ. નિશ્ચય અને વ્યવહાર, સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યફચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ. પાત્રતા - મોક્ષાર્થીનું સ્વરૂપ - પ્રત્યક્ષ સત્પરુષના યોગનું મહત્ત્વ. જીવાદિ સાત તત્ત્વો અને દેવ - ગુરુ - શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન. સંપૂર્ણ સાધનાની વિધિ. સ3ન ? ૨મળ શાત્રામ Jain Education International For Persona & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 42