________________
વસ્તુતવનો સારઃ વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાઅનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. • પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે.
પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ- અવસ્થાઓ-પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શકિત્તઓમાંથી
એક પણ ઘટતી-વધતી નથી. • વસ્તુઓની (દ્રવ્યોની) ભિન્ન ભિન્ન શકિત્તની અપેક્ષાએ તેમની (દ્રવ્યોની)
છ જાતિઓ આ પ્રમાણે છે. * જીવ -દ્રવ્ય કે અજીવ -દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) ક ધર્મ દ્રવ્ય * અધર્મ દ્રવ્ય + આકાશ દ્રવ્ય
* કાળ દ્રવ્ય. * જીવ દ્રવ્ય
જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે
અનંત ગુણો (શકિત્તઓ) છે તે જીવદ્રવ્ય છે. * પુદ્ગલ દ્રવ્ય
જેનામાં સદાવર્ણ, ગંધ, રસ, સ્પર્શવગેરે અનંત
ગુણો હોય છે તે પુગલ-દ્રવ્ય છે. * ધર્મ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ ગતિ હેતુ છે.
અધર્મ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ અગતિ હેતુત્ત્વ છે.
આકાશ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ અવગાહન હેતુત્ત્વ છે. * કાળ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ વર્તના હેતુત્ત્વ છે. આ છ દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમજ શકિત્ત અથવા વ્યક્તિ - અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી અસ્તિકાય છે; કાળ દ્રવ્ય અસ્તિ છે પણ કાય નથી. આમાં જીવદ્રવ્યચેતન છે, બીજા બધા અજીવ છે. જિનેંદ્રના જ્ઞાન દર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો અનંત જીવ દ્રવ્યો, અનંતાઅનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્ન સ્વતંત્ર છે; તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. આ છે વસ્તુનું સ્વરૂપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org