Book Title: Jain Adarsh Prasango Part 02 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 5
________________ * આદર્શ પ્રસંગો - ભાગ ૨ એના ઓરડેથી આ લઘુપુસ્તિકામાં વર્તમાન સદીની જૈન ધર્મસાધકોની આરાધનાની સત્યઘટનાઓ રજૂકરૂં છું. આરાધકો રૂપી તેજસ્વી તારલાઆકલિકાળમાં પણ જિનશાસનરૂપી ગગનમાં ઝગમગે છે!આ પુસ્તિકાના પ્રથમ ભાગને મારી ધારણા કરતાં અનેક ગણો આવકાર મળ્યો છે. છ માસમાં ત્રણ આવૃત્તિ બહાર પડી. પહેલો ભાગ વાંચનારા ઘણાંને ગમ્યો એવું વાંચનારા કેટલાકે કહ્યું. કેટલાકે આવા ઘણા ભાગ બહાર પાડવાની વિનંતી કરી. ઘણાંને લાભ થવાથી આ બીજો ભાગ આરાધના પ્રેમીઓ સમક્ષ પ્રગટ કરું છું. પ.પૂ.પં.મ. શ્રી મુનિચંદ્રવિજય મ.સા., પ.પૂ.પં.મ.શ્રી રત્નસુંદરવિજયજી ગણિવર, ગણિવર શ્રી ભુવનસુંદરવિજયજી, ગણિવર શ્રી ગુણસુંદર વિજયજી, મુનિશ્રી ધર્મપ્રભ વિજયજી, મુનિરાજ શ્રી અક્ષયબોધિવિજયજી, મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી, મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી, મુનિરાજશ્રી કુલભાનવિજયજી આદિ અનેક સાધુ અને શ્રાવકો પાસેથી મળેલા પ્રેરક પ્રસંગો બદલ તેઓનો આભારી છું પ્રથમ ભાગની પ્રસ્તાવના આ ભાગવાંચતા પૂર્વે વાંચી લેવા જેવી છે. બીજો ભાગ વાંચી પહેલો ભાગ મેળવવા ઈચ્છનારાઓને પ્રાપ્તિસ્થાનોથી મળી શકશે. મારી દીક્ષાને પચીસ વર્ષ પૂરા થતાં સંસારી સગા-સ્નેહીઓને થોડો ઘણો લાભ થાય તે માટે કંઈક લખવું એ વિચાર આવવાથી જ આવા પ્રેરક પ્રસંગોનો પ્રથમ ભાગ લખ્યો. મારી આમહેનત કેટલી સફળ થઈ તે ખ્યાલ આવે તે માટે તમે આ પ્રસંગો વાંચી આરાધના કેટલીવધારી, પુસ્તકથી શા લાભ થયા એ મને જણાવશો? કેટલાકે પુસ્તક વધુ મોટું બનાવો એવી વિનંતી કરેલી. છતાં ઘણાખરા વાંચકોથી જાણ્યું કે આ નાની પુસ્તિકા છે તેથી અમે જલ્દી ને તરત વાંચી. એવા અભિપ્રાયોને ધ્યાનમાં રાખી આ પુસ્તિકા પણ નાની જ બનાવરાવી છે. સાધુ મહાત્માઓની પણ અજબગજબ આરાધના આ કાળમાં પણPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52