Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 49
________________ ૩. દર વર્ષે ખર્ચ ઉપરાંતની બધી આવક ધર્મક્ષેત્રોમાં વાપરી નાંખે પ્રાયઃ રોજ વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણમાં પ્રભાવના વગેરે ઘણી ઘણી આરાધના કરે છે. ધાર્મિક વાંચન, દાન વગેરે તેમના જેવા ગુણો તમારામાં લાવવા સંકલ્પ ને પુરૂષાર્થ કરવા જેવો છે. હુબલીના ચંપાલાલજી ગાંધીમુથા ધર્મરાગી છે. એક વાર મને જણાવ્યું કે મારે પાંચ હજાર ધર્મમાં વાપરવાનો લાભ લેવો છે! મેં પ.પૂ.આ.ભ. ને પૂછી ૩ સ્થાન જણાવી ભાવના હોય ત્યાં લાભ લઈ શકાય એમ જવાબ આપ્યો. ત્યારે મને લખે કે હું તો અજ્ઞાન છું. કયા ક્ષેત્રમાં આપું એ તમે આજ્ઞા ફરમાવો ! કેવા ઉત્તમ સુશ્રાવક? દાનની ભાવના અને તે પણ ગુરૂ કહે તે ક્ષેત્રમાં આપવું એ વિવેક! આવા વિવેકપૂર્વકના દાનથી જ યથાર્થ ફળ મળે. તેથી જ્યારે દાન કરવાની ભાવના થાય ત્યારે ગીતાર્થ ગુરૂભગવંતને પૂછી તેમણે કહેલ સ્થાને દાન કરવું. બોરીવલીની યુવતીની દીક્ષાની ભાવના ન ફળી. બીજવર સાથે લગ્ન કરવા પડયા. છતાં સાવકા પુત્રોને સવાયા સાચવજે એવી ગુરૂણીની કઠિન હિતશિક્ષાનો શબ્દશઃ અમલ કર્યો! સૌરાષ્ટ્રમાં એક આખો ઉપાશ્રય એક સુશ્રાવકે પોતાના ટ્રસ્ટ તરફથી અંધાવી એ ઉપાશ્રયમાં જોઈતા સાવરણીથી માંડી તમામ ઉપકરણોના (ચીજ વસ્તુઓનો) લાભ પણ મને જ મળવો જોઈએ એમ નક્કી કરાવી લીધું ! સરકારી મોટા ઓફીસરના પત્નીએ પતિને વિનંતી કરી તમારી મોટી પોસ્ટને કારણે તમે ઘણી લાંચ કમાઈ શકો તેમ છો. પણ તમને ખાસ કહું છું કે અનીતિની રાતી પાઈ પણ ઘરમાં ન લાવશો. હીરાની બંગડીની મારે કાંઈ જરૂર નથી. મને તો અનીતિના ધનના ત્યાગની જિનાજ્ઞા-પાલન રૂપી અમૂલ્ય ઘરેણાં જ પસંદ છે! ૧૦. નડિયાદના સુશ્રાવક મનુભાઈ સુતરીયાના દાદા પોતાના બળદોની સેવા મહિને માત્ર એક જ વાર માતરની યાત્રા કરવા માટે લે! બાકી કાયમ બળદોને માત્ર ખવરાવવાનું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52