Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 50
________________ ૧૧. ખંભાતના પ્રફુલ્લભાઈ વર્ષોથી અમદાવાદ રહે છે. પ.પૂ. સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના ગુણો પ્રત્યે અનેરો આદરભાવ છે. તેથી તેમની સ્વર્ગવાસ - તિથિ વૈ.વ. અગિયા૨સના દિવસે લક્ષ્મીવર્ધક દેરાસરે ભક્તામરના આરાધકોને પ્રભાવના કરે છે ! આજે પોતાની પત્ની, પુત્ર, પિતાની તિથિની ઉજવણી હજારો કરે છે. પણ ગુરૂની તિથિ પ્રભાવના વગેરેથી ઉજવનારા આવા વિરલ ગુરૂભક્તોને લાખો ધન્યવાદ! १२ મુંબઈવાસી માણેકલાલ ચુનીલાલ દાનવીર તરીકે પ્રખ્યાત હતા. ઉદારતાથી ખૂબ દાન કરે. અંતે મરતાં પણ એક વિશ્વાસુ આગેવાનને બોલાવી ૩ લાખ રૂપિયા જેવી માતબર રકમનું ધર્મમાં દાન કર્યું ! જીવતાં તો ઘણાં દાન એમણે કરેલા. પણ મરતાં દાન યાદ આવે એ કેવા દાનપ્રેમી ? ! તમે પણ મહાપ્રભાવી દાન ધર્મ જીવતાં ને મરતાં પણ આરાધો એ જ શુભેચ્છા. ટંકશાળ (કાળુપુર, અમદાવાદ)માં એક સુશ્રાવિકા રહે છે. પગથિયાના ઉપાશ્રયે ચોમાસામાં અભિગ્રહ એકાસણા કરાવેલા. તેની યોજના પ્રમાણે તેમને અક્રમ ક૨વાની ચીઠ્ઠી આવી. મને મળ્યા. કહે ‘સાહેબ ! ઘણાં વર્ષોથી ઉપવાસ પણ કર્યો નથી. અઠ્ઠમ કરવાની ચીઠ્ઠી આવી છે.’ ત્યારે મેં તેમને કહ્યું કે શક્તિ ન હોય તેને અન્ય આરાધના આપવાની મેં વાત કરી જ છે. ત્યારે તે શ્રાવિકા બોલ્યા, ‘સાહેબજી ! ઘરના બધા કહે છે કે તારા ભાગ્યમાં અઠ્ઠમ હતો તેથી તને એ ચીઠ્ઠી આવી છે. તો હવે તું અઠ્ઠમ ક૨. વળી ઘરમાં રાંધનાર બીજું કોઈ નથી. છતાં ઘરના બધા કહે છે કે ‘અમે અમારી વ્યવસ્થા કરી લઈશું. તું તારે નિશ્ચિંત થઈને અઠ્ઠમ કર.’ તે બહેન તથા તેમના ઘરના કેવા ધર્મપ્રેમી ! મેં તેમની ભાવનાને પુષ્ટિ આપી. અમ તેમને ખૂબ સારો થઈ ગયો. પારણે આગ્રહ કરી મને લઈ ગયા આપણે આરાધના કરી શકતા હોઈએ તો કરવાની જ. પરંતુ પરિસ્થિતિ આદિના કારણે કદાચ ન કરી શકીએ તોપણ બીજાને આરાધનામાં સહાયક થવું. બીજો ભાગ સંપૂર્ણ Jain Education International ૪૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52