Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 47
________________ ' ' , ૪૮. જિનાજ્ઞાપાલક બનો અરૂણ સોસાયટી (અમદાવાદ)માં દેરાસર સામે પાણી વહોરવા ગયો. કેટલા વાગે ઉતાર્યું છે? એમ મેં પૂછતાં શ્રાવિકાએ કહ્યું. “સાહેબ! અત્યારે તો ચોમાસું નથી. ૨ કાળ નથી. પછી આવું કેમ પૂછો છો?” મેં ખુલાસો કર્યોઃ “હે પુણ્યશાળી ! શિયાળામાં પાણીનો ૪ પ્રહરનો કાળ હોય. તેથી સૂર્યોદયથી વહેલા ઉતાર્યું હોય તો સૂર્યાસ્ત પહેલાં કાળ પૂરો થઈ જાય. સચિત્ત થઈ જાય..' જિનાજ્ઞારાગી તે બહેને આ સાંભળતાં જ કહ્યું: “સાહેબજી! આપે જણાવ્યું તે સારું કર્યું. છેલ્લે કલાક વપરાય તે માટે થોડું પાણી નવું ઉકાળી લઈશ. તેથી ઉકાળેલ પાણી પીવાનો નિયમ મારો ન ભાંગે.' વર્ષોથી પાણી પીનારને પોતાની ભૂલ ખબર પડી તે જ દિવસથી નિયમ-પાલનની જાગૃતિ કેળવી!' ' ધન્યવાદ આવા સાચા ધર્મપ્રેમીને. તમે પણ સાચું જાણી આચરણમાં મૂકી અનંત કલ્યાણકર જિનાજ્ઞાના રાગી બનો. ' ૪૯, જજગજબ ચાણવના : ૧. તાજા જન્મેલા બાળકને તે દિવસે ડોકટરે જરૂર પડે ખાંડનું પાણી આપવા કહ્યું. ધર્મી દાદીએ બાળકને સાંજે ઉપવાસ કરાવ્યો ! લોકો બર્થ ડે એ અભક્ષ્ય વસ્તુઓ ખાય ને સેંકડોને ખવડાવે. જ્યારે આ બાળકના પુણ્યથી દાદીએ જન્મ્યો તે જ દિવસે ઉપવાસ કરાવ્યો. વાસણાના મધુભાઈનો આ પૌત્ર અત્યારે ૯માસનો છે. તેનું નામ તો ભવ્ય છે જ, પુણ્યથી પણ ભવ્ય લાગે છે ! અમેરીકન સારા કે અમદાવાદી? - અમેરીકામાં ૨૫ વર્ષથી રહેતા ડોકટર નરેન્દ્રભાઈ મૂળ અમદાવાદના છે. અમેરીકામાં કેન્સર સ્પેશીયાલીસ્ટ છે. છતાં ધર્મના પ્રેમી છે. દર વર્ષે પાલીતાણા યાત્રા કરવા આવે છે. તેમના ધર્મપત્ની હંસાબેનને તેમની પ્રેરણાથી થોડો ધર્મ કરતાં ધર્મનો રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52