Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 46
________________ ભયંકર વાતાવરણથી અનેકાનેક પાપોથી આત્મઅહિત ન કરે તે માટે ૭ ધોરણથી વધુ ભણાવતા નહીં! હે જેનો ! કદાચ તમે આટલી બધી આરાધના ન કરી શકો તોપણ સામાયિક, રાત્રિભોજન - ત્યાગ વગેરે આરાધના યથાશક્તિ કરી સ્વહિત સાધો એ મનોકામના. 'જ. દેવ છે ? (અન પ્રસંગો ઈ.સ. ૧૯૫૭માં બનેલી આ સત્ય ઘટના છે. સર્વજ્ઞો વગેરે દેવોને સાક્ષાત્ જુવે છે. તેમના વચનો સત્ય છે એ પુરવાર કરતો આ પ્રસંગ વાંચી આપણે તીર્થકરો અને શાસ્ત્રો પર દ્રઢ શ્રદ્ધા કરવા જેવી છે. પીલપુઆ નામના ગામમાં દલવીરખાં રહેતા હતાં. પીપળાનું ઝાડ તેમણે સો રૂપિયામાં ખરીદ્યું. સ્થિતિ સામાન્ય તેથી ઇસાકમાંના ભાગમાં લીધું. બંનેએ પૈસા કમાવા ઝાડને કાપવાનો નિર્ણય કર્યો. કાપવાના નિર્ધારીત દિવસની આગલી રાતે દલવીરને સ્વપ્ર આવ્યું, “હું પીપળો છું. મને કાપીશ નહીં. વૃક્ષના મૂળ પાસે સોનું છે. મેળવીને પૈસા કમાજે જાગ્યો. શ્રદ્ધા નહીં. છતાં સ્વપ્ર મુજબ ખોદતાં સોનું મળ્યું ! આશ્ચર્ય પામ્યો. બીબીને વાત કરી, છતાં પણ પૈસાના લોભથી વૃક્ષ કાપવા માંડયું. લોહી નીકળ્યું. તોપણ કાપવાનું ચાલુ રાખ્યું. દલવીરનો યુવાન સાજો પુત્ર ત્યારે જ ઓચિંતો બીમાર પડયો. થોડીવારે પીપળો કપાઈને પડયો. તે જ સમયે પુત્ર મય! દલવીર રડવા માંડયો. તેની બીબીએ પતિના લોભથી અમે પુત્ર ગુમાવ્યો તે વાત પડોશીઓને કરી. પોતાના પાપનો તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. જાત અનુભવ પછી મિયાંજીએ એક વૃક્ષ ન કાપ્યું અને પીપળાની રોજ પૂજા કરવા માંડી. આનો સાર એ છે કે દેવો છે અને આપણે ધર્મ કરીએ તો દેવભવ પણ મળે. તેથી યથાશક્તિ ધર્મ કરવાનો સંકલ્પ કરવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52