Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 13
________________ નથી..' સાંભળી બધા રડારડ ને ચીસાચીસ કરવા માંડયા. નાવમાં ૩૦-૩પ મુસાફરો પણ હતા. જ્ઞાનીઓના વચનોને યાદ કરી સમાધિમૃત્યુ ને આરાધના માટે મેં બધાને ખમાવી અંતિમ આરાધના માટે સાગારી અણશણ સ્વીકારી નવકાર ગણવા માંડયા. થાંભલા પાસે પહોંચતાં બધાને મોત નજીક દેખાય છે. મરવાનું ભયંકર દુઃખ છે. પણ નવકાર પ્રતાપે હોડકું થાંભલાની બાજુમાંથી નીકળ્યું ! હોડી સહીસલામત કિનારે પહોંચી ગઈ. અનંતા જીવોને મોક્ષ આપનાર નવકારના આવા સેંકડો ચમત્કારો તમે પણ જાણ્યા હશે. બુદ્ધિશાળી તમે પણ આ જાણી આંખો બંધ કરી આના ઉપર ઊંડું ચિંતન કરી અનંત પુણ્ય મળેલા આ મહાપ્રભાવી જૈન ધર્મ પર દ્રઢ શ્રદ્ધા પ્રગટાવી ધર્મને યથાશક્તિ સેવી સદા સર્વત્ર સુખ પામો એ જ શુભેચ્છા. '૬. લાખ ધન્યવાદ ' સાધુ જેવા સુશ્રાવકને એ પુણ્યશાળીનું નામ પણ કેવું પવિત્ર ! નામ એમનું વીરચંદ ગોવિંદજી. એમની વિશિષ્ટ આરાધનાઓ કહું? જાણવી છે ? ખૂબ ધ્યાનથી વાંચોઃ ૧. દરરોજ બે પ્રતિક્રમણ અને આઠ (રીપીટ આઠ) સામાયિક. ૨. રોજ લગભગ એકાસણું. ૩. ત્રણ લીલોતરી સિવાય બધી જ લીલોતરીનો ત્યાગ. ૪. વરસાદ પડતો હોય તો પ્રાયઃ વરસાદમાં બહાર ન જાય !! પ. કાળવેળાએ ખુલ્લામાં જાય તો સાધુની જેમ કામળી ઓઢીને જાય ! ૬. પૂજા માટે સ્નાન ખુલ્લામાં કરે. ૭. સંડાસ - બાથરૂમ સાધુની જેમ બહાર ખુલ્લામાં જાય. સાધુની જેમ ઘણા બધા પાપો ગૃહસ્થ વેશમાં પણ છોડનાર આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52