Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 37
________________ આપને કહું. એક વાર સ્નેહી સાથે જતો હતો. રસ્તામાં જતાં મ.સા. ને જોઈ સાથેના ભાઈએ વંદન કર્યું. મ.સા. ના ગયા પછી મેં એ ભાઈને પૂછ્યું. ‘તમે કદી હાથ પણ ન જોડો. અને આમને વંદન કર્યું?' ત્યારે તેમણે આપેલો જવાબ મારા હૈયામાં કોતરાઈ ગયો. જવાબ આ હતો. રતિભાઈ ! તમે જોયું નહીં કે નીચે જોવાપૂર્વક સુસાધુની જેમ વિહાર કરતાં આ મહાત્મા ચાલતા હતા. એમની વિશુદ્ધ સંયમી જોઈ મને દિલમાં અત્યંત આદર પેદા થઈ ગયો.” આ સાંભળી રતિભાઈને થયું કે આચારોની શિથિલતાથી સાધુથી દૂર ભાગતા આવા ધર્મપ્રેમી આત્માઓને આચારકૃઢ સાધુઓને જોઈ કેટલો બધો લાભ થાય ? તેમને સાંભળી મને પશ્ચાત્તાપ થયો કે મેં આ શાસનરાગી સુશ્રાવકને પંચાતિયા કચ્યા. આ રતિભાઈને શાસન હૈયામાં કેવું વસી ગયેલું કે વધુ ને વધુ જીવો શાસનરાગી બને એવું ઇચ્છતા હતા ! નાના અને અજાણ્યા એવા મારી પણ એક નાની ક્રિયામાં થોડી વિધિ જોઈ તો તેમને ખૂબ આનંદ થયો ! હે કલ્યાણકામી ભવ્યો ! તમે પણ કયાંય પણ જિનજ્ઞાપાલન વગેરે જોઈને આનંદ પામશો તો અનુમોદના વગેરેનો ઘણો લાભ થશે. . અર્જન પણ ન આચારમાં અડગ વિરમગામ પાસે લગભગ ૧૫ કિ.મિ. દૂર ટ્રેન્ટ નામનું ગામ છે. ત્યાં . લાલુભાઈ રહે. બીડીઓનું ભારે વ્યસન. જાતના રજપૂત. એકવાર બીડી પીતા હતા ને પ.પૂ. મહાયશસાગર મ. સાહેબે તેના ત્યાગની પ્રેરણા કરી. હળુકર્મી જીવ. તેથી આત્મહિતની વાત ગમી. સ્વીકારી. પછી અવારનવાર મ.સા.ના દર્શને જાય. તે અર્જન છતાં તેમની યોગ્યતા જોઈ મ.સા. ધર્મની પ્રેરણા કરે. એમ સત્સંગથી નવકારવાળી, સામાયિક, ચોવિહાર, ૬૪ પ્રહરી પૌષધ વગેરે આરાધના કરતા થઈ ગયા. (આ વાંચી તમને તમારા ભારે કર્મીપણાનું દુઃખ થાય છે ?) નાના ગામના આ અજૈનને એકવાર એક સાધુ મળ્યા ને આટલી બધી આરાધના કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52