Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 38
________________ તમને બારે માસ ને ઘણીવાર વિદ્વાન, વકતા, સંયમી મહાત્માઓ મળે છે, તમે આરાધના કેટલી વધારી ? ખામી કયાં ? ૪, ૬ જણને એક જ સ્કુટર પર બેસાડી સ્કુટરનો કસ કાઢનાર અમદાવાદવાસી પુણ્યથી મળેલ જિનશાસનનો કસ કાઢે ? અર્થાત્ વધુ આરાધના કરવાનો મોકો મળે ત્યારે વધાવી લે ? આ લાલુભાઈને સગાસંબંધી રજપૂતોના લગ્ન વગેરેમાં જવું પડે. બધા રાત્રે જમે. આમને પણ સગાસ્નેહી દબાણ કરે. ચોખ્ખી ના પાડે. રજપૂતો કહે કે આ તો વાણિયો જ થઈ ગયો છે. છતાં લાલુભાઈ ચોવિહારના નિયમમાં મક્કમ રહે. નવકાર પર દૃઢ શ્રદ્ધા. રોજ ગણે. એમને ગામલોકો અને બાજુના ગામના ભગત કહે. કોઈને કંઈ મુશ્કેલી આવે તો આ બાપુ ભગત પાસે આવે. એકવાર એક જણને રાત્રે પાણી પીતાં લોટામાં રહેલ વીંછીએ તાળવે ડંખ દીધો. ખૂબ સોજો આવ્યો. મોઢું ખૂલે જ નહીં. લાલુભાઈ પાસે લાવ્યા. ધર્મશ્રદ્ધાળુ એમણે નવકાર ગણી પાણીનાં ટીપા મોંમાં નાંખ્યાં. થોડું ખૂલ્યું. વધુ પાણી મંત્રીને પાયું. સારૂં થઈ ગયું. આમ ઘણાંના ઘણા રોગ શ્રદ્ધાબળથી નવકારથી મટાડે. એકવાર સામાયિકમાં બેઠેલા. ૪-૫ મિનિટની વાર હતી. મોટો સાપ આવ્યો. પણ સામાયિક ભાંગવાના ડરથી ખસ્યા નહીં ! ફેણ ડોલાવી સાપ અદૃશ્ય થઈ ગયો ! અજૈનો સ્વસમાજ સામે પડી તથા આપત્તિમાં પણ જૈન ધર્મપાલનમાં દૃઢ રહે છે. તો તમારે જૈનોએ તો નાની મુશ્કેલીમાં કંદમૂળ ત્યાગ વગેરે પાયાના આચારો પાળવા ન જોઈએ ? ૩૮. બાળકોના દેવદૂતો અમદાવાદ શાંતિનાથની પોળના સુશ્રાવક લાલભાઈ ત્રીકમલાલ વર્ષોથી બાળકોને ધર્મ આરાધના માટે ખૂબ પ્રોત્સાહનો આપે છે ! દા.ત. જે પૂજા કરે તેને, સાંજે કપાળમાં ચાંલ્લો બતાવે તેને પેન્સીલ, નોટ વગેરે Jain Education International ૩૦ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52