Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 39
________________ કાંઈને કાંઈ પ્રભાવના કરે. રોજ ૨૦૦થી વધુ બાળકો ચાંલ્લો બતાવી જાય. પ્રભુ પ્રાર્થનાઓ ગોખી લાવે તેને પ્રભાવના કરે. પાદશાહની પોળના ચંપકભાઈ પૂજા કરે તે બાળકોને વેકેશનમાં રોજ પ્રભાવના કરે છે. અલગ અલગ વસ્તુ આપે. હમણાં તો એટલી નાની પોળમાં ૬૦ બાળરાજાઓ પૂજા કરતા થઈ ગયા. (આ વાંચી તમને શા ભાવ જાગ્યા? ગામના, સંઘના, પડોશના અને પોતાના બાળકોને, પૂજા, ગાથા વગેરે ધર્મ કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો? વધુ શકય ન હોય તો પોતાના બાળકોને રોજ અને વેકેશનમાં વિશેષપણે ધર્મ કરે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન, પૃચ્છા, પ્રશંસા વગેરે કરશો ?) તમારા સંતાનોના સ્કૂલ-કોલેજના અભ્યાસ માટે તમે ખૂબ કાળજી કરો છો; પ્રોત્સાહન આપો છો. તો ધર્મ-આરાધના માટે અવારનવાર પ્રેરણા કરવી એથી પણ વધુ જરૂરી નથી ? છે જ. વંદિતુ, અતિચાર વગેરે તું ગોખી લાવે તો આબુ ફરવા લઈ જઈશ વગેરે પ્રોત્સાહન આપવાથી તેઓ કરશે. પુણ્યથી તેમણે જૈન કૂળ મેળવ્યું છે. શક્તિ પણ ઘણી છે. ખામી પ્રાયઃ તમારી કાળજી નથી એ છે. સ્કૂલ કોલેજમાં સારા માકર્સ લાવે તે તમારા સંતાનને લોગસ્સ વગેરે પણ ના આવડે તે તમારે માટે શરમજનક નથી? ધર્મનું ન ભણે તો પાપ તમને ન લાગે? આ બાબત ખૂબ વિચારજો. તમારા સંતાનોને સારા સંસ્કાર આપશો તો પુણ્ય તો જરૂર બંધાશે; પાછલી ઉંમરે તેઓ તમને સેવા, સમાધિ વગેરે આપશે અને બીજા પણ ઘણા લાભ થશે. સંતાનને સદ્ગતિગામી ને સુખી બનાવવાનું પ્રત્યેક માબાપનું મહત્ત્વનું કર્તવ્ય છે. ૧ ૨૯. આદર્શ પત્ર : . . એકવાર એક ડોકટરને મળવા ગામના પ્રતિષ્ઠિત માણસો તેમના ઘરે આવેલા, વાતો ચાલતી હતી, ચાલુ વાતમાં એકાએક ડોકટર ઊઠયા. મુલાકાતીને અત્યંત આશ્ચર્ય થયું. પણ હકીકત જાણીને આશ્ચર્ય સાથે આનંદ અનેકગણો વધી ગયો. સાક્ષાત્ જોયું કે થોડે દૂર ડોસીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52