Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 40
________________ અચાનક ઉધરસ આવેલી. વૃદ્ધા ગળફો થૂંકવા ઊઠતી હતી એટલામાં તો આ ડોકટરે દોડીને પોતાની હથેળી ધરી વૃદ્ધાને કહ્યું : “મા ! આ હથેળીમાં થૂંક !' માએ વાત્સલ્યથી ડોકટરને નવરાવી નાંખ્યો. ડોકટરે ગળફો દૂર કરી, હાથ ધોઈ માનાં બરડે હાથ ફેરવવા માંડયો ! મહેમાનને આ જોતાં જુગુપ્સા ને આશ્ચર્ય થયા. થોડીવારે પાછા આવેલા ડોકટરને પૂછતાં ખુલાસો કર્યો. ‘આ મારા પૂજ્ય ને પરમ ઉપકારી માતુશ્રી છે. મારી ૧ વર્ષની અતિ નાની ઉંમરે પિતા સ્વર્ગવાસી થયા. ગામમાં ઘાસ વગેરે લાવી મજૂરી કરી મને મોટો કર્યો. ૪ વર્ષનો કર્યો. મા કામ કરે. મને ભણવા મૂકયો. દરેક ધોરણમાં ૧ લે નંબરે પાસ થતો. મેટ્રિક થયો. નોકરી કરી હવે માને આરામ આપું, સુખ આપું એવી મારી ઇચ્છા હતી. પણ માએ ચોખ્ખી ના પાડી અને આગ્રહપૂર્વક મને કહયું : ‘તું ખૂબ ભણ. હું મજૂરી કરીશ. તું ભણીને ખૂબ સુખી થા એવી મારી અંતરની ઇચ્છા પૂર્ણ કર !' અનિચ્છા છતાં માતાની જીદને કારણે ભણવાનું ચાલું રાખ્યું. માના આશિર્વાદથી ડોકટર બન્યો. માતુશ્રીની કૃપાથી થોડા વર્ષમાં મોટો પ્રસિદ્ધ સર્જન થઈ ગયો ! સુખ, સમૃદ્ધિ ખૂબ મળ્યા. કરોડ રૂ. નો બંગલો પણ મળી ગયો છે. આજે આ જે અઢળક વૈભવ મળ્યો છે તેના મૂળમાં માના આશિર્વાદ, વાત્સલ્ય, મજૂરી વગેરે ઘણું છે. આ માનો ઉપકાર આંખ સમક્ષ સતત તરવરે છે. ભક્તિ-સેવાની તક મળે ત્યારે થોડું ઋણ ચૂકવાય એ ભાવથી અવસર ચૂકતો નથી. માની ઉંમર થઈ. થોડી ઘણી બીમારી આવે, ઉધરસ આવે ત્યારે માને તકલીફ ન પડે માટે તરત દોડું છું. થૂંકદાની લેવા જઉં ત્યાં સુધી માને ગળફો રાખી મૂકવો પડે, તકલીફ પડે માટે મારા હાથમાં ઝીલી લઉં છું ! આ માએ તો મારા મળમૂત્ર વગેરે સાફ કર્યાં છે ! હું તો એણે જે કર્યું છે તેના લાખમાં ભાગનું ય કરતો નથી. પ્રભુ કૃપાથી પત્ની પણ ખૂબ સારી મળી છે.’ ડોકટરની ઉચ્ચ કોટિની માતૃભક્તિ જોઈ, સાંભળી મુલાકાતીએ મોંમાં આંગળાં નાંખ્યા ! મહેમાનની જુગુપ્સા કર્યાંય ભાગી ગઈ! ડોકટર પ્રત્યે ખૂબ અહોભાવ થઈ ગયો ! આ વાંચી તમને ડોકટર કેવા લાગ્યા? Jain Education International ૩૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52