Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 41
________________ મહાન માણસ? તેમની અદ્વિતીય માતૃભક્તિને કારણે ? તમે પણ તમારા ઉપકારી માતાપિતાની ભક્તિ કરશો તો લોકો તમને ખૂબ સારા માણસ જરૂર માનશે. નહીં કરો અને પૂજ્યોને ત્રાસ આપશો તો પૈસા વગેરેને કારણે તમારી સમક્ષ તમારી નિંદા નહીં કરે, પણ તમારી પાછળ તો દિલના સાચા ભાવો વ્યક્ત કરશે. વળી તમારા સંતાનો પણ તમને ત્રાસ આપશે. ઉપરાંતમાં પાપ ને દુઃખ આવશે એ બધા જ્ઞાનીકથિત ફળ તો તમારે ભોગવવા પડશે. ત્યાં હાજર ડૉકટરના ધર્મપત્નીને પૂછતાં કહ્યું: “મારા સાસુ ખૂબ રૂપાળાં હતાં. વિધવા બન્યા ત્યારે ખૂબ નાની વય હતી. પોતાના પુત્રના સુખ ખાતર પોતે બધા સુખોને લાત મારી. પુનર્લગ્ન ન કર્યા! ઘણા કષ્ટો વેઠી ભણાવી ગણાવી આટલા મોટા ડોકટર બનાવ્યા. તેમનો તો અમારી ઉપર અસીમ ઉપકાર છે. દિવસ રાત અમે બંને તેમનું ઋણ ચૂકવાય એટલું ચૂકવીયે છીએ. રાત-મધરાતે પણ માતાજીને ઉધરસ આવે, ગળફાનો અવાજ સંભળાય તો અમારા બેમાંથી જે જાગે તે ત્યાં દોડીને તેમની યથાયોગ્ય સેવા કરીએ. આ માએ મારા પતિને હથેળીનો છાંયો આપ્યો છે. જરાય દુઃખ પડવા દીધું નથી. અમે તો માત્ર એનું પ્રતિબિંબ પાડીએ છીએ.' મહેમાનના હૃદયમાં ડોકટર ને તેમના પત્નીના આ ભક્તિભર્યા શબ્દો કોતરાઈ ગયા. ત્રણેયની મહાનતા જોઈ જાણી એમનું અંતર જાણે અતિ સુગંધી અત્તરથી ન હોય તેમ સુવાસિત થઈ ગયું. હે પુણ્યશાળીઓ ! તીર્થકરો, મહાપુરૂષોએ માતા વગેરે ઉપકારીઓની અનુકરણીય અભુત ભક્તિ કરી છે. જમાનાની કહેવાતી ખોટી અસરોથી અળગા રહી તમે પણ અનંત ઉપકારી માતાપિતા વગેરેની યથાશક્તિ ભક્તિ કરી આત્મહિત સાધો. કદાચ સંયોગો આદિને કારણે સેવાભક્તિ ઓછી વધતી થાય તો પણ માના પ્રત્યે આદરભાવ બહુમાન તો ખૂબ રાખવા. તેના હૈયાને આપણા કઠોર વચનોથી ઠેસ ન પહોંચે તેટલી કાળજી તો બધા રાખી શકે. આ દીકરો મારો જ છે. એના હૈયાના ખૂણે ખૂણે મારું સ્થાન છે.' આટલી ખાત્રી તમારા વચન-વર્તનથી તેને કરાવવી એ સુસંતાનોનું કર્તવ્ય છે. દરેકે કૃતજ્ઞ બનવું જ જોઈએ એ જ્ઞાનીની હિતશિક્ષા આપણા જ કલ્યાણ માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52