Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 29
________________ સરળતા-નમ્રતા-વિનય-વૈયાવચ્ચ-અષ્ટ પ્રવચનમાતાના પાલનની ચૂસ્તતા-ઔચિત્ય- પાપભય આદિ અનેક ગુણના સ્વામી એ મુનિવર અનુક્રમે આચાર્ય શ્રી વિજય નરરત્નસૂરીશ્વરજી મ. બન્યા. ૬૨ વર્ષના નિર્મળ ચારિત્રના પાલન દ્વારા તેઓ પોતાનું જીવન સફળ બનાવી ગયા. ૫ વર્ષનો ટેણીયો આવી ભયંકર તરસ છતાં અને ગુરૂ મ.જ પાણી આપતા હોવા છતાં એકાસણું દ્રઢતાથી પૂર્ણ કરે, આ વર્તમાન સત્યકથાથી તમે શો સંકલ્પ કર્યો? નિયમ શક્તિ મુજબના લેવા અને અડગપણે પાળવા એ જરૂરી છે. એનો અદ્ભુત લાભ છે. વળી સંતાનો ભાવ થવાથી ઉપવાસ વગેરે પર્યુષણામાં કરે તો આજે કેટલાક મા-બાપ પછી એકાસણું વગેરે કરાવે છે. એમાં ઉભયને કેટલું પાપ બંધાય ? પચ્ચક્ખાણ લીધા પછી એનો ઉલ્લાસ વધારી, પ્રેમ આપી સારી રીતે તપ વગેરે પૂરા કરાવવા. છતાં કદાચ ન થાય તો એને અસમાધિ થતી હોય તો ગુરુદેવને પૂછી અપવાદિક ઉપાયો લઈ પ્રાયશ્ચિત્ત કરાવીએ તો તેને કે તમને પાપ ન બંધાય પણ ઘણો લાભ થાય. પછી પ્રેમથી એને સમજાવાય કે બેટા! હવે મન થાય ત્યારે એકાસણું વગેરે કરજે. પછી શક્તિ આવે ત્યારે ઉપવાસ કરે તો નિયમભંગનું પાપ ન લાગે. સાથે આજે ઘણા વૃદ્ધો પણ બારે માસ તિવિહાર જ કરે છે. તેઓએ મનને મક્કમ કરવા જેવું છે કે આવા બાળકો જનમથી ને નાની ઉંમરે ચોવિહાર કરતા હોય તો મારાથી કેમ ન થાય? અને છતાં અસહ્ય ગરમીમાં કદાચ તિવિહાર કરો તોપણ શિયાળા-ચોમાસામાં કેમ ચોવિહાર ન કરવો? વિશેષમાં આવા સત્ય પ્રસંગો જાણી બિનજરૂરી રાત્રિભોજન આદિ પાપ કરતા હો તો તમારે તમારા આત્માને સમજાવવું કે આવા સાવ નાના બાળકો ચોવિહાર કરતા હોય તો મને તો જરાપણ મુશ્કેલી નહીં પડે. એમ મન મક્કમ કરી રાત્રિભોજન, કંદમૂળ વિગેરે શકય પાપોથી બચવું જોઈએ. આજથી જ પ્રયત્ન કરો ને સફળતા મેળવી આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. Ram ૨૧ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52