________________
દવાઓ સાથે ખાસ સૂચના કરી કે તમારે તમારી પાસે ચોવીસે કલાક દૂધ અને બીસ્કીટ રાખવા. અને બળતરા થાય કે તરત તે વાપરવા. કાંતિભાઈએ કહ્યું: ‘ડોકટર! રાત્રિભોજન તો હું નહીં જ કરું.” ડોકટરે સ્પષ્ટ કહ્યું “રાત્રે પણ તમારે લેવું જ પડશે, નહીં તો આ તકલીફ ખૂબ વધી જશે.' સત્ત્વશાળી કાંતિભાઈએ શુભ પરિણામો વધતાં માસ ક્ષમણનો નિર્ધાર કર્યો. સગા-સ્નેહી ઘણાંએ ખૂબ સમજાવ્યા. ન માન્યા. છેવટે કહ્યું કે પચ્ચકખાણ ૧-૧ ઉપવાસનું લેજો. તો કહે મારે તો એક સાથે ૩૦ નું કેવું છે પણ ગુરૂદેવ આપે નહીં. તેથી ૧૬ નું લઈશ. પછી ૧૪ નું લઈ માસક્ષમણ સારી રીતે પૂર્ણ કર્યું. પારણું પણ સારું થયું. પછી તે મરચાંની વાનગી વગેરે બધું જમતાં. ડોકટરને બતાવવા ગયા, તપાસી કહે, “તમને સારું થઈ ગયું છે. દવા વગેરે કરી તો કેવું મટી ગયું.” કાંતિભાઈ કહે : “દવા, દૂધ વગેરે કાંઈ લીધું નથી. માસખમણ કર્યું.” ડોકટરને પણ આશ્ચર્ય થયું.
આ વાંચી તમારે માત્ર તાલીયો પાડવી છે કે તેમની જેમ તમારા આત્માને આગળ વધારવો છે? એટલું સત્ત્વ ન હોય તો નાના રોગોમાં ડોકટર કહે તે અભક્ષ્ય દવાનું સેવન, રાત્રિભોજન વગેરે પાપો તો ન જ કરવા. વિશેષમાં રોગના કારણ વિના તો રાત્રિભોજન, કંદમૂળ વગેરે મોટા પાપો તો કદી ન કરવા. છેવટે તમારામાં એટલું મનોબળ ન હોય તો પણ સગા વગેરે જે કોઈ નાની મોટી આરાધના કરતાં હોય તેમને કિંદમૂળ વગેરે ત્યાગની ભાવના થાય તો તેમની ભાવના વધારવી. પણ શુભ ભાવનાનો નાશ કરવાનું કે ખોટી-ઊંધી સલાહ આપવાનું પાપ તો કદી ન કરવું એટલો સહેલો નિયમ તો લેશો ને?
૩૦. આયંબિલથી મૃત્યુ પર વિશ્વ રાજસ્થાનવાસી એક બહેનને પેટમાં સોજો થયો. વધતાં પેટ ખૂબ વધી ગયું. ડોકટરે તપાસી કહ્યું “આનો કોઈ ઈલાજ નથી. બચશે નહીં.” કોઈએ આયંબિલનો મહિમા વર્ણવ્યો. શ્રદ્ધા નહીં છતાં મોતથી બચવા માણસ બધું કરવા તૈયાર થાય એ ન્યાયે એમણે આયંબિલ શરૂ કર્યા Reat as a ૨૩
Rarati
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org