Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ શૂન્યમાંથી એક ભવ્ય તીર્થ નિમણિમાં કેટલો બધો ભોગ આપ્યો હશે? આ શ્રાદ્ધરત્ન આ તીર્થને શ્રેષ્ઠ ને પવિત્ર બનાવવા અવિધિ - આશાતનાઓ ન થાય તે માટે જાતે ત્યાં રહી બધી તપાસ રાખતા ! ઓળીના આયંબિલ જાળિયા ગામમાં ઝૂંપડીમાં જાતે રસોઈ બનાવી આ કરોડપતિ શ્રાવકે કર્યા છે ! સંયમમૂર્તિ પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મ.સા. ની હસ્તગિરિજીના ઉદ્ધારની ભાવના જાણી આ સુશ્રાવકે તે અતિ ભગીરથ સત્કાર્ય ભવ્ય રીતે સાકાર કરવાનું બીડું ઝડપી લીધું. પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક પૂજ્યોની કૃપાથી અને પોતાની સર્વશક્તિથી આ શ્રેષ્ઠ કાર્ય ખૂબ સુંદર રીતે પાર પાડયું. અને ઊંચા પર્વતના શિખર પર ૭૨ જિનાલયનું ભવ્ય દેવાલય ખડું કરી દીધું ! ! આવા અતિપવિત્રહૃદયી શાસનરાગીએ ઉછળતાં નિર્મળ ભાવોથી શાસ્ત્રીય વિધિપૂર્વક નિમણિ કરેલા આ ભવ્ય હસ્તગિરિ તીર્થની આપણે શાંતચિત્તે વિધિપૂર્વક શુભ આશયથી વારંવાર યાત્રા કરવી જ જોઈએ જેનાથી આપણા અનાદિ અનંત અશુભ ભાવોનો મૂળથી નાશ થઈ સમ્યક્ત, સર્વવિરતિ અને શીધ્ર શિવરમણી આપણને અવશ્ય મળશે. જીવ માત્ર પ્રત્યે તેમનો મૈત્રીભાવ પણ ખૂબ જ અનુમોદનીય છે. ઉપકાર બુદ્ધિથી નોકરીમાં રાખેલ માણસે લાખેક રૂપિયા જેટલી ચોરી કરી, ધમકાવવાને બદલે કાન્તિભાઈએ સંવત્સરીએ સૌ પ્રથમ ક્ષમાપના - પત્રિકા તેને લખી! બીજા કોઈ પગલાં નહિ, દંડ નહીં. પોતાનું માથું ફોડવા આવનારને પાલીતાણા ચોમાસું કરવા પ્રેમથી બોલાવી કેટલીક વ્યવસ્થા સોંપી પોતાના મૈત્રી ભાવને ખૂબ દ્રઢ કર્યો. પોતાની ૨ સુપુત્રીના લગ્ન પ્રસંગે નિમંત્રી સુંદર આગતાસ્વાગતા કરી. જાળિયાના માથાભારે માણસોનું તીર્થવિરોધીપણું કુનેહથી મિટાવી દીધું. આ કાંતિભાઈના સાદગી, નમ્રતા, નિખાલસતા વગેરે અનેક ગુણો અનુમોદનીય હતા. મોઢા પર પણ અભિમાન અને મોટાઈનો છાંટોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52