Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 18
________________ ભાવના જાણી પહેલી પક્ષાલ પૂજા વગેરે કરાવ્યા. ઘરનાં ચૈત્યવંદન કરતાં હતા ત્યારે તે ા કલાક દાદા સામે ધ્યાનમાં બેસી ગયો. યાત્રા પછી અત્યંત આનંદી દેખાયો. તે ગિરિરાજ ઉપર પાણી પણ પીતો નહીં! એક બે વાગે નીચે ઊતરી જમતો. તેનું પ્રિયસ્થાન (સિદ્ધવડ) તેણે બધાંને બતાવ્યું. પૂછતાં તેણે કહ્યું કે યાત્રાએ આવેલા આ ઢઢ્ઢાજી અને તેમના માતુશ્રીને જોઈ મને એમને ત્યાં જનમવાનું મન થયું હતું. ૪ વર્ષના આ બાળકને તેના ઘરનાં મ.સા. પાસે લઈ ગયા. તેની સાથે વાતો કરી પૂ. મુનિ શ્રી કપૂરવિજયજી મ. આદિએ કહ્યું કે આને જાતિસ્મરણ થયું લાગે છે. હજારો યાત્રાળુ એના દર્શને આવતા. આ બાળક મોટો થઈ કલકત્તા વેપારી ચેમ્બરમાં મોટા હોદ્દા ઉપર હતો. પૂર્વજન્મના આવા ઘણા પ્રસંગો આજે સંભળાય છે. અનંત કાળથી પૂર્વજન્મને બતાવનાર સંપૂર્ણ સત્ય એવા જ્ઞાનીના બધા વચનોને જાણી, સમજી આપણે ધર્મસાધના કરીસદ્દ્ગતિ ને શીઘ્ર શિવગતિ મેળવીએ.’ ૧૧. આજે પણ ચમત્કાર થાય છે ! શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર વાઘણપોળમાં કવડયક્ષની દેરીની આગળ જમણે સમવસરણવાળું (મહાવીર પ્રભુના દેરાસર પછી) શ્યામ અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય છે. અહીં અમી ઝરે છે, એ વાત સાંભળી બેંગલોરના પારસમલજી ખાત્રી કરવા ૨ વર્ષ પહેલાં ત્યાં ધ્યાનમાં બેસી ગયા. થોડીવારે અમી ઝરતાં ોઈ આનંદવિભોર બની યાત્રિક અને પૂજારીને પણ ઝરતાં અમી બતાવ્યાં. કલિકાળમાં પણ સાક્ષાત બનતાં આવા પ્રસંગો જાણીને પણ આપણને ધર્મમાં શ્રદ્ધા ન ય તો આપણું ભાવિ કદાચ ભૂંડું તો નહીં હોય ને ? Jain Education International ૧૦ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52