Book Title: Jain Adarsh Prasango Part 02 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 9
________________ ' : ૧. હમપ્રભાવે રોગ ગાયબ : ઈરલાના વિનોદભાઈને દેહમાં ગાંઠ થઈ નિદાન કરાવી જરૂરી લાગતાં ઓપરેશન કરાવવું પડયું. ફરી ગાંઠ નીકળી. ડૉકટરે બીજીવાર ઓપરેશનની સલાહ આપી. ન છૂટકે કરાવ્યું. થોડા સમય બાદ ફરી પાછી ગાંઠ થઈ. ડૉકટરની ઓપરેશનની સલાહ સાંભળી ધર્મપ્રેમી એ જૈન સુશ્રાવકે વિચાર્યું કે પુણ્યથી મળેલી લક્ષ્મી વેડફવા કરતાં પ્રભુ શરણે જઉં! લાખોપતિ એ શ્રદ્ધાળુએ પ્રભુ દેરે ઘણા રૂપીયા રોકડા મૂકી પ્રાર્થના કરી કે હવે તો તારા જ શરણે આવી ગયો છું. ડોકટરોને મારે હવે રૂપિયા નથી દેવા. ઓપરેશન ખર્ચ તારે ચરણે ધરી પ્રાર્થના કરું છું કે હવે તો આ ગાંઠ તું જ મટાડ. નહીં મટે તો પણ હવે તો ઓપરેશન કરાવવું નથી. ગાંઠ મટી ગઈ! ૪ વર્ષ થયા. હવે એ ગાંઠ આ ધર્માત્માને ત્યાં આવવાની હિંમત પણ કરી શકતી નથી. આવા ભયંકર કાળમાં પણ ધર્મનો આવો ચમત્કાર જાણી ધર્મ ખૂબ કરો. પુણ્ય ન હોય તો ડૉકટર અને દવા પરની શ્રદ્ધા નિષ્ફળ જશે. ઉપરથી નવા પાપ બંધાવી લાંબો કાળ ઘણું દુઃખ આપશે. જ્યારે મહાપ્રભાવી ધર્મ આપણને સર્વત્ર સુંદર સાચું સુખ આપશે. '૨ ડાયરી ઓફ સુક્ષાવક : " શ્રાવક(શિરોમણી" દલીચંદભાઇનો વિશ્વવિકમ આ શ્રાદ્ધરત્નને મેળવી ગામના યુવાનો સહિત ઘણા જૈનો ખુશખુશાલ છે! ઘણા સાધુ પણ એમની ધર્મચય જાણી તેમની શતમૂખે પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી ! એમની અનેકવિધ આરાધના જાણવી છે?૪૦ વર્ષથી ધંધાનો ત્યાગ, ચંપલ ત્યાગ. ૪૫ વર્ષ પૂર્વે ૧૨ વ્રત લીધા. રોજ રાત્રે ૧૧ વાગ્યાથી સળંગ ૮ સામાયિક કેટલા? - આઠ) કરી પદ્માસનમાં ભગવાનનું ધ્યાન કરે છે! રોજના ૧૫ સામાયિક (વાંચો છો ?) કરવાનો નિયમ છે !!! કુલ સામાયિક ૨ લાખ ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52