Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ સમાજ, રાજ્ય અને ધર્મ-એ ત્રણ વ્યવસ્થાની ઉપયોગિતા અને કામગીરીનું કંઈક આ રીતે નિરૂપણ કરી શકાય ? બધા માનવીઓ અને જુદા જુદા માનવસમૂહો અંદરો અંદર સરખી રીતે રહી શકે અને “બળિયાના બે ભાગ” જે જંગલને ન્યાય પિતાને કારમે પંજે ફેરવતે અટકે એ માટે સમાજે કેટલાક વિધિનિષેધ–નિયમોનિયંત્રણે નક્કી કર્યા અને એનું પાલન સૌએ સ્વેચ્છાથી છતાં નિષ્ઠાપૂર્વક કરવાનું ઠરાવવામાં આવ્યું. આમ છતાં કેટલાક માથાભારે માનવીએ મનસ્વી : તે વર્તન કરતાં ન અચકાતા. આવા બેફામ બનેલા માનવીઓને કાબૂમાં રાખવા માટે રાજ્યસત્તાની જરૂર જણાઈ અને એ રીતે એ અસ્તિત્વમાં આવી. આમ છતાં માનવી ન સમજે અને રાજ્યસત્તાની ઉપેક્ષા કરીને પણ પોતાની સ્વાર્થ સાધના અને વિલાસીવૃત્તિમાં રાચવા લાગે તે એને તાત્વિક દષ્ટિએ દેવું અને એનાં માઠાં ફળનું દર્શન કરાવવા માટે તથા સમજુ માનવીને સાચા આંતરિક ઉત્કર્ષને માર્ગ ચીંધવા માટે ધર્મસંસ્થાને પ્રાદુર્ભાવ થયે. આ બધુંય થયું અને છતાં માનવીએ એ બધાયથી જરાય શેહ-શરમ કે ભય અનુભવ્યા વગર, મસ્વિી રીતે વર્તવાનું ચાલુ રાખ્યું એટલું જ નથી, આ ત્રણે સત્તાઓને એણે પિતાના અંગત સ્વાર્થ કે ડિતની સાધનાના એક ઉત્તમ સાધન તરીકે ઉપયોગ સદ્ધ કરવા માંડ્યો ! આ તે વાડ તે ઊઠીને ચીભડાં ગળવા લાગે એવી વિચિત્ર સ્થિતિ ઊભી થઈ! પણ આમાં ધર્મ, રાજ્ય અને સમાજએ ત્રણની વ્યવસ્થાને દેષ ન ગણવો જોઈએ; આ વ્યવસ્થાઓ ધાયું આવકારદાયક પરિણામ ન નિપજાવી શકી એમાં ખરેખર દોષ માનવમાં રહેલી કલેશ-દ્વેષ ભાવના અને કાષાયિક વૃત્તિને જ ગણ જોઈએ. માનવી જેમ ખૂબીઓને તેમ ખામીઓનો પણ ભંડાર છે, અને એને લીધે એ ગમે તેવી સારી અને ન્યાયી વ્યવસ્થાને પણ દૂષિત કરીને પિતાના અંગત લાભને માટે એને ઉપગ (ખરી રીતે દુરુપયેગ) કરી લે છે. માનવીની આવી સ્વાર્થપરા ગણતાને અંજામ એ આવ્યું છે કે, દીવાની નીચે અંધારું હોય એમ, કઈ પણ સુવ્યવસ્થા ખામી વાળી બની જાય છે, અને એને ઉપગ વ્યવસ્થાને બદલે ગેરવ્યવસ્થા ઊભી કરવામાં કરી લેવામાં આવે છે. અજબ હોય તે માર્ગભૂલેલા માનવીની અક્કલ, હોંશિયારી અને આવડત! ભૂલ માનવી પોતે કરે છે અને વગોવાય છે ધર્મ, દેશ અને સમાજ. પાડાનાં વાંકે પખાલીને ડામ દેવા જેવી આ વાત છે, પણ એ સાચી છે. આ બધા તાવિક નિરૂપણના પ્રકાશમાં આપણા ધર્મ અને સંઘની અત્યારની શોચનીય સ્થિતિને કેટલેક વિચાર કરવા જેવો હેવાથી અમે આ લખવાનું મુનાસિફ માન્યું છે. - આપણી ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થા માટેના નિયમ અને નિયંત્રણે કેટલાં બધાં ઉપયોગી અને કારગત બની શકે એવાં છે! સમતા, અહિંસા અને મિત્રીભાવના અમૃતમય સિદ્ધાંતની આપણને ભેટ મળી છે. મતભેદેનું મૂલ્ય આંકી શકે, વેરવિરોધનું શમન કરી શકે અને સત્યના એક -એક અંશને શોધી શકે એવી અનેકાંત પદ્ધતિ આપણને વારસામાં મળી છે. પલટાયેલી પરિસ્થિતિમાં આચાર-વિચારના નિયમમાં જરૂરી પરિવર્તન કરીને ધર્મ અને જીવન વચ્ચેની ગાંઠને વધારે દઢ કરી શકીએ અને દંભથી બચી શકીએ એટલા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પારખતાં રહેવાનું વિધાન ઠેર ઠેર કરવામાં આવ્યું છે. આ બધું જ છે, છતાં શ્રી શ્રીસંઘમાં શિથિલતાને ચિંતા ઉપજાવે એટલા પ્રમાણમાં પ્રશય મળવા લાગે, સંગ્રહશીલતા માજા મૂકવા માંડે, દષ્ટિરાગ અને રાગદષ્ટિને છુટ્ટો દોર મળી જતે દેખાય નાના કે નજીવા પ્રશ્નોને, કાગને વાઘનું રૂપ આપવાની જેમ, વિકૃત અને વિકરાળ રૂપ આપીને સંઘમાં કલેશ-કલહને આતશ ફેલાવવામાં આવે અને ૪૫) [ પર્યુષણ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138