Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank Author(s): Gulabchand Devchand Sheth Publisher: Jain Office Bhavnagar View full book textPage 5
________________ સહિષ્ણુતા અને સમતા કેળવીએ જેને સમૂહ એનું નામ જ વિશ્વ. અને જ્યાં વિવિધ શક્તિ, વિવિધ ચિ ને વિવિધ વિકાસરેખા ધરાવતા અગણિત છે હવાના ત્યાં સુખ દુઃખ, નિંદા-પ્રશંસા, હંસા-અહિંસા, સાચ—જૂઠ, રાગ-દ્વેષ, મિત્રતા–શત્રુતા, સાધુતા-શઠતા જેવા કંઈ કંઈ પ્રકારનાં ઢંઢો અને બીજા પણ જાત-ભાતના ગુણે અને અવગુણ રહેવાના. આવી બધી સારી-માઠી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સમુચ્ચય એનું નામ જ સંસાર. અને તેથી જ કેઇને સંસાર સાકર જે મીઠો અને સ્વર્ગસમે સુખકર લાગે છે તે કઈને ઝેર જે અકારે અને નરક જે વેદનાભર્યો લાગે છે. જ્યાં માત્ર એકનું જ અસ્તિત્વ હોય ત્યાં ન હિંસા-અહિંસાના, ન સત્ય-અસત્યના કે ન ચારશાહુકારના વિચારને અવકાશ રહે છે. કાયા જ ન હોય, ત્યાં પછી છાયા જન્મે જ કયાંથી–એવી આ વાત છે. પણ જ્યારે એકથી વધુ વ્યક્તિઓના અસ્તિત્વની વાસ્તવિકતાથી કામ લેવાનું આવે છે, ત્યાં પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે. અને જેમ જેમ વ્યક્તિઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમ તેમ એ વ્યક્તિઓ સુખ-શાંતિ અને સુમેળથી રહી શકે અને પિતાને વ્યવહાર સરખી રીતે ચલાવી શકે એ માટે કંઈક નિયમે, કંઈક નિયમને અને કંઈક વ્યવસ્થાઓ નકકી કરવી પડે છે. સમાજવ્યવસ્થા, રાજસત્તા અને ધર્મસ્થાપના એ ત્રણેની પાછળનું પ્રેરક બળ આ જ છે. માનવી અથડામણથી અળગો રહીને એખલાસથી રહી શકે એ આ બધાની પાછળને ઉમદા હેતુ છે. ભગવાન કષભદેવના વખતને જ જરાક વિચાર કરીએ. એ યુગમાં આપણી ભરતભૂમિમાં એક જ માનવીને વાસ હતું એવું તે નહીં, પણ એ યુગ યુગલિક યુગ હતું, અને એ યુવાની અસર એ યુગના યુગલિક માનવીઓ ઉપર એવી વિલક્ષણ કે વિચિત્ર હતી કે તે કાળને માનવસમૂહ જાણે એક જ માનવી હોય એ રીતે, આવા બધાં ઢંઢોથી પર હોય એવા પ્રકારનું એકધારું જીવન જીવતે હતું, અને ન કોઈ કોઈના ઉપર અધિકાર ભગવતે કે ન કેઇને કેઈનાથી દબા પણું રહેતું. યુગલિયાઓને એ સમૂહ ધર્મ-અધર્મ કે હિંસા-અહિંસાથી અજ્ઞાત હતું, એટલે એમને માટે કોઈ જાતની વ્યવસ્થા કરવાની જરૂર જ ન હતી. પણ યુગમાં એવું મહાપરિવર્તન આવ્યું અને યુગલિકેના એ જગતમાં એવા અવનવા બનાવે બનવા માંડયા કે જેથી એમાં માનવસમૂહ નિરાંતથી રહી અને જીવી શકે એ માટે અનેક પ્રકારનાં નિયમ, નિયંત્રણે અને કંઈ કેટલા પ્રકારની વ્યવસ્થા કરવી પડે—જાણે નવાયુગના મંડાણના એ કાળે માનવીએ નવી રીતે જીવવાનું અને પોતાના વ્યવહારને સાચવવાનું શીખવાની શરૂઆત કરી. ભગવાન અષભદેવ તે કાળે માનવસંસ્કૃતિના સ્થાપક લેખાયા અને સાચા અર્થમાં આદિનાથ તરીકે પૂજાયા. ધીમે ધીમે સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. પુરાતનકાલીન પરિસ્થિતિનું અને માનવસંસ્કૃતિના ઊગમકાળનું વર્ણન કરતા આ પૌરાણિક કથાનકના ભાવાત્મક તથ્ય ઉપર ભાર દેતાં આપણે એટલું જ સમજવાનું કે સમાજ, રાજ્ય અને ધર્મની સ્થાપના પાછળનું એક માત્ર હેતુ બળવાન તથા નિબળ એવા દરેક સ્તરના માનવીઓ અને માનવસમૂહે ન્યાય-નીતિ અને સુલેહ-શાંતિથી રહી શકે. આવી સુલેહ-શાંતિ અને ન્યાયનીતિની સ્થાપનામાં ધર્મસંસ્થાએ તે સવિશેષ આગળ પડતે ભાગ ભજવવાને હતા, એટલું જ નહીં, એણે માનવીને પરલેકની પણ કેટલીક ચિંતા કરવાની હતી. પર્યુષણક] [૪૫૨Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138