Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ – મ ણ કો – ધર્મવાણીની સરવાણું.............. * હે ધીર પુરુષ, આશા-તૃષ્ણ અને સ્વચ્છંદપણને તું ત્યાગ કર, તું પોતે જ આ કાંટાબાને અંતરમાં સંઘરી રાખીને દુઃખી થઈ રહ્યો છે. સત્યની સાધના કરનાર સાધક ચારે બાજુથી દુઓથી ઘેરાયેલો હોવા છતાં ગભરાતા નથી કે બેચેન બની જતો નથી, * કોઈ પણ પ્રાણી, કઈ પણ ભૂત, કઈ પણ જીવ અને કઈ પણ સત્ત્વને ન મારો જોઈએ, ન એના ઉપર અનુચિત આધકાર ચલાવવો જોઈએ, ન એને ગુલામોની જે પરાધીન બનાવવું જોઈએ, ન એને સંતાપ જોઈએ કે ન એને કેઈ જાતને ઉપદ્રવ કરે જોઈએ. આવા પ્રકારના અહિંસાધર્મમાં કઈ જાતને દોષ નથી, એ ધ્યાનમાં રાખવું. ખરી રીતે અહિંસા આર્ય સિદ્ધાંત છે. જ જેવી રીતે અગ્નિ જાના સૂકાં લાકડાંને શીધ્ર બાળી નાખે છે, એ જ રીતે નિરંતર અપ્રમત્ત રહેવાવાળો આત્મનિષ્ઠ નિઃસ્પૃહ સાધક પોતાના કર્મોને થોડીક જ ક્ષણમાં ક્ષીણ કરી નાખે છે. * જેની કામનાઓ તીવ્ર હોય છે, તે મૃત્યુથી વીંટળાયેલો રહે છે; અને જે મૃત્યુથી વીંટળાયેલો હોય છે, તે શાશ્વત સુખથી દૂર રહે છે; પરંતુ જેની કામનાઓ દૂર થઈ ગઈ છે એ ન મૃત્યુથી ઘેરાય છે અને ન શાશ્વત સુખથી દૂર રહે છે. –શ્રી આચારાંગસૂવ (સૂક્તિત્રિવેણી) જઈને કેવળ હદયબળ જ સર્વત્ર વિલસી રહે એ સ્થિતિ. હદયબળ કે હદયશક્તિને આ પરિપૂર્ણ વિકાસ એ જ આત્મભાવને પરિપૂર્ણ વિકાસ કે આત્મપરિણતિને વિજય સમજે. આ સ્થિતિ એટલે વિશ્વરૂપતાની પ્રાપ્તિ. આ સ્થિતિ પ્રાપ્ત થતાં માનવી પોતાના આત્માની પૂર્ણ શુદ્ધિને પામે એટલે કે આ મસાક્ષાત્કારના અપૂર્વ આહલાદને અનુભવ કરી શકે અને સમતા, અહિંસા અને મહાકરુણાની અલૌકિક ભાવનાના બળે વિશ્વના સમસ્ત જી સાથે મૈત્રી ભાવનાના દિવ્ય રસાયણથી એકરૂપ-સમર ૫, બની જાય. આનું નામ જ નિર્વાણ, મુક્તિ કે મેક્ષ-પછી દેહ ટકે કે પડી જાય એમાં કોઈ વિશેષતા નથી રહેવા પામતી. બુદ્ધિથી સજતા ચમત્કારના આકર્ષણથી મુક્ત થવું સહેલું નથી. સત્તા, સ્વાર્થ, સંપત્તિ, સુખે પગ અને કીર્તિની લાલસા એનાથી જ પિષાય છે; તે પછી એને દૂર કરવાનું કેને ગમે? પણ આ બધ ની પ્રાપ્તિ થાય છે, તે બીજાના હિતના ભેગે જઆ વૃત્તિ તે નરી પવૃત્તિની જ સૂચક છે. અને તેથી જ તે તજવા ગ્ય છે. - હૃદયની વાત આનાથી સાવ જુદી અને અને ખી છે. પોતાના નિમિત્તે બીજાને લેશ પણ લાખ ન પહોંચે કે બીજાના હિતને હાનિ ન પહોંચે એની એ સતત ખબરદારી રાખે છે એટલું જ નહીં, વિશ્વના ભલા કાજે એ પોતાનું સમર્પણ કરવા સુદ્ધાં સજજ રહે છે. આ જ એનું દૈવીપણું કે અલૌકિકપણું. આવા અલૌકિકપણાને પામવા પુરુષાર્થ કરે એ જ માનવજીવનની સાચી સાર્થકતા છે. આ જ પેગસાધના કે આધ્યાત્મિક સાધના છે. ધમને માર્ગ પણ એ જ છે. ૪૫]. [ પપણુક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138