Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank Author(s): Gulabchand Devchand Sheth Publisher: Jain Office Bhavnagar View full book textPage 2
________________ વીર સંવતઃ ર૯ B શ્રાવણ વદિ ૧૧ તા. ૨૪ ઓગસ્ટ, ૧૯૭૩, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૩-૦૦ હદય અને બુદ્ધિના વિકાસમાં વિવેક સાચવીએ દેહમાં દેહ માનવને દેહઃ અનેક શક્તિઓને ખીલવી જાણવાનું અને અસંખ્ય સિદ્ધિઓને પ્રગટાવવાનું વિલક્ષણ સાધન. એટલા માટે જ તે માનવદેહને મહિમા બધા ધર્મસાધકે અને ધર્મશાએ સારી રીતે વર્ણવ્યું છે, એ દેહને અતિ દુર્લભ કહીને એનું મૂલ્ય આંકયું છે. પણ આ શક્તિઓ અને સિદ્ધિઓ હમેશાં સુભગ, મંગલમય અને ઉન્નત જ હોય છે, એ નિયમ નથી. એમાં તે જેમ કલ્યાણગામી ગુણવિભૂતિના વિકાસની શક્યતા રહેલી છે, તેમ વિનાશકારી શક્તિઓને જવાળામુખીની જેમ, ભડકી ઊઠવાને પણ પૂરેપૂરો અવકાશ રહે છે. - આ રીતે જોતાં તે, માનવદેહ એ દેવાસુર સંગ્રામને માટે જાણે રણભૂમિની ગરજ સારે છે. દેવી ગુણસંપત્તિ અને આસુરીદુવૃત્તિઓ આ દેહ દ્વારા પ્રગટ થઈ શકે છે. આમાંથી શું કરવું એ માનવીના પિતાના હાથની વાત છે. જેવી નિષ્ઠા અને જે પુરુષાર્થ એવી સિદ્ધિ. ઘઉં તે એના એ જ હોય છે. આવડત હોય તે એનાં મીઠા મધુર ઘેબર બની શકે અને આવડત ન હોય તે એની બેસ્વાદ પેંશ પણ ન બને, એવી સાદી સમજની આ વાત છે. પણ સાથે સાથે એ પણ ખરું કે, આ વાત સમજવામાં જેટલી સાદી, સરળ કે સહેલી છે, એટલી જ જીવનમાં ઉતારી જાણવી મુશ્કેલ છે. જીવનના નાના-મોટા બધા વ્યવહાર અને વર્તન સાથે ધર્મમયતા એકરૂપ બની જાય, અને ધર્મ એક દિશામાં ચાલે અને જીવન, ધર્મને ભૂલીને અને મનસ્વી બનીને, પિતાને મનગમતી દિશામાં દોડવા લાગે, એવી દુવિધાને અંત આવે તે જ આ વાત કે વિચારને બરાબર લાભ મળી શકે અને સંસારવૃદ્ધિની વૃત્તિને જાકારે અને મોક્ષની અભિલાષાને આવકાર મળે. દેવી ગુણસંપત્તિ માનવીને દેવ-પવિત્ર-પૂજ્ય બનાવે અને આસુરી વૃત્તિ માનવીને અસુર કે દાનવ જેવાં આચરણે તરફ દોરી જઈને એને અધોગતિના ઊંડા ખાડામાં નાખી દે. ટૂંકમાં, દેવીગુણસંપત્તિ એટલે સદ્ગુણ અને આસુરીવૃત્તિ એટલે દુર્ગુણ. જૈન ઘર્મની પરિભાષામાં કહેવું હોય તે આને અનુક્રમે આત્મભાવ અને પુદ્ગલભાવ કહી શકાય. આ બને ભાવે ખરી રીતે જીવમાત્ર સાથે જોડાયેલા છે, આમ છતાં માનવદેહમાં આ બન્ને ભાવેને રહેવા અને વિકસવાને અંક: ૩૧-૩ર સ્વ- તંત્રી: શેઠ દેવચંદ દામજી કુંડલાકર તંત્રી: શેઠ ગુલાબચંદ દેવચંદ % વર્ષ ૭૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 138