Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ વધારે અવકાશ છે માનવ ચાહે તે આત્મભાવના વિકાસની અંતિમ કેટીએ પહોંચી શકે છે, અને એ ઈછે તે પુદગલભાવના સામ્રાજ્યને ચક્રવર્તી પણ બની શકે છે. માનવીને હદયરૂ. અને બુદ્ધિરૂપે મળેલી બે વિશિષ્ટ શક્તિઓ જ મુખ્યત્વે આ ભાવની પુરસ્કત, પ્રેરક કે નિમિત્ત બને છે. - આમ તે હદયશક્તિ અને બુદ્ધિશક્તિ અને ચેતનાનાં જ રૂપ કે આવિભાવે છે. છત એનાં પરિણામમાં ઘણું મોટું અથવા તે પાયાનું કહી શકાય એવું અંતર છેહદયશક્તિને વિકાસ આત્મભાવના એટલે કે મુક્તિની ભાવનાના વિકાસનું નિમિત્ત બને છે, જ્યારે બુદ્ધિશક્તિને વિકાસ પુદ્ગલભાવના અર્થાત્ સંસારભાવનાની અભિવૃદ્ધિનું કારણ બને છે. એટલે જીવનને વિકાસ કરવા પ્રયત્ન અને પુરુષાર્થ કરતી વખતે હૃદય અને બુદ્ધિના વિકાસની બાબતમાં વિવેક અને જાગૃતિ રાખવાં જરૂરી બની જાય છે. હદયની એટલે કે સદ્ગુણના આશ્રયસ્થાનની ઉપેક્ષા કરીને કેવળ બુદ્ધિના વિકાસ ઉપર જ ભાર આપવામાં આવે તે આજના વિજ્ઞાનની અવનવી અને અદ્દભુત શોધેએ માનવજાતને અનેક પ્રકારની સવલતે આપવા છતાં એને સરવાળે છેવટે બાદબાકી રૂપે આવશે અને માનવી પોતે જ ઊભી કરેલી બાહ્ય સિદ્ધિઓની માયાજાળમાં ખતરનાખ રીતે અટવાઈ ગયા વગર નહીં રડ, એવું સ્પષ્ટ દેખાય છે. કદાચ એમ જ કહી શકાય કે માનવીએ વિવેક અને પ્રમાણુ ભાન ભૂલીને કિસાવેલ આ વિજ્ઞાન જ માનવતાનું ભક્ષણ કરીને માનવજાતના અકલ્યાણનું નિમિત્ત બની બેસશે. વળી, જેઓ ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં પણ સદ્ગુણ અને સત્યની શેધક સહૃદયતાને જાકારો આપીને માત્ર બુદ્ધિને જ પ્રાધાન્ય આપે છે, તેઓ કદાગ્રહ, કુતર્ક, વિતંડાવાદ, ખંડનમ ડન અને મારું તે જ સાચું એવા એકાંગી વિચારમાં એવા તે અટવાઈ જાય છે કે જેથી સત્ય શોધીને આત્મભાવને જાગ્રત કરવાનું ધર્મ અને ધર્મશાસ્ત્રોની સાધનાનું પાયાનું ધ્યેય જ વીસરાઈ જાય છે. અને માનવી ને માલુમ કેવી અધોગતિ તરફ પતેય ખેંચાઈ જાય છે, અને ભેળા-ભદ્રિક જનસમૂહને પણ દોરી જાય છે. ધર્મ અને પ્રાણરૂપ સમતાનું રૂપ તજીને ઝનૂનનું રૂપ ધારણ કરે છે તે આને લીધે જ. તેથી હદયવિહેણ બુદ્ધિશક્તિની ખીલવણીને નરક રૂપ કે નરકની પ્રેરક જ સમજવી ઘટે. ખુદ ધર્મને નામે દુનિયાભરમાં કલેશ, કલહ અને તલે થતાં રહે છે, તે આ કારણે જ તે પછી એને નરક ન કહીએ તે બીજું શું કહીએ ? આ રીતે માનવદેહમાં પ્રગટતી પાશવીવૃત્તિથી ચેતી જઈને જ્યારે માનવી પોતાની હૃદયશક્તિ અને બુદ્ધિશક્તિના વિકાસમાં સમતુલા જાળવવાને વિવેક દાખવે છે ત્યારે સ્થિતિ કંઈ કે જુદી જ સરજાય છે. અને તે પિતાને માટે સૌ કોઈને માટે આવકારદાયક અને કલ્યાણકર બની રહે છે. આમ થવાથી, હદયબળને સાથ મળવાને લીધે, બુદ્ધિઉન્મત્ત અને વિનાશક બની જવાને બદલે, પાળેલ પશુની જેમ, વિધાયક અને શાણું બની જાય છે. આ સ્થિતિને સુખ–શાંતિભર્યા માનવલક જેવી ગણવી જોઈએ. આ માટે પણ માનવીએ જાગ્રત રહેવાની જરૂર છે. પણ આ સ્થિતિ કરતાં પણ વધારે ઉન્નત સ્થિતિ છે, અને તે બુદ્ધિ શક્તિ ઉપર વિશ્વાસ ઓછો કરીને હદયબળને વધારવા માટે બધી આંતરિક શક્તિઓ અને વૃત્તિઓને વધારે એકાગ્ર કરવી છે. આ પ્રક્રિયાનું અનુસરણ કરતાં કરતાં શરૂઆતમાં બુદ્ધિ હૃદયની પાછળ પાછળ બે ચાયા કરે. પરિણામે જીવનમાંથી દવૃત્તિઓને દેશવટો મળવા લાગે અને સદુવૃત્તિઓને આવકાર મળે. રૂપકની પરિભાષામાં કહેવું હોય તે આ સ્થિતિને ધરતીના સ્વર્ગલેકની ઉપમા આપી શકાય. અને આના કરતાં પણ ચડિયાતી છેલ્લી સ્થિતિ તે બુદ્ધિનું બળ જેમાં નામશે. જેવું થઈ પર્યુષણક ] : જૈન : [૪૫૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 138