Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 168
________________ હેમચદ્રાચાય ૧૪૨ એમણે એમાંથી સત્ત્વ મેળવેલુ એમ લાગે છે. * એટલે ( * માનસિક ક્રિયાઓનું જીવનમાં મહત્ત્વ છે એ સમજવા માટે પણ, જ્યાં શકય હેાય ત્યાં, સંપૂર્ણ સહાનુભૂતિથી આવા પ્રશ્નને આપણે જોવા ઘટે છે, ટિખેટમાં વર્ષો ગાળીને આવેલા અલેક્ઝાંડર ડેવિડ નીલ પેાતાના પુસ્તકમાં એક દાખલા આપે છેઃ ટિમેટના ડુંગરી પ્રદેશમાં દૂર દૂરના એકાંતમાં રહેતા ગુરુ-શિષ્યા મળે તે પહેલાં વર્ષાં તપશ્ચર્યામાં પસાર થઈ જાય છે. પણ તેમની વચ્ચે મૌનવાણીના સંદેશા ચાલુ હાય છે. મને એવા એક અતિઅનુભવ થયા તેથી હું એ ાણું છું. Telepathy એ કેવળ નવા શબ્દ તા નથી, પણ ટિમ્બેટના લેાકેા એને વિજ્ઞાન માને છે. અમે ટબેટમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યાં એક સાધુ મળ્યા. તે પેાતાના ગુરુને ડુ ંગરમાળમાં મળવા માટે જતા હતા. અમારી સાથે એ ચાલ્યા. મારા વિચાર પણ એના એકાંતવાસી ગુરુને મળવાને હતા. પણુ શિષ્યને એ વાત રુચતી ન હતી. મે... એને સમજાવ્યા કે મારે માત્ર તારા ગુરુનાં દર્શન જ કરવાં છે. તે ભાગી ન જાય માટે અમે એને કેદી જેવા રાખ્યા, એટલા માટે કે એ કાઈ પણ પ્રકારને સંદેશા ગુરુને મેાકલી ન દે. પણ જ્યારે અમે ગુરુના ડુ ંગરપ્રદેશમાં આવી પહેાંચ્યા ત્યારે મારા આશ્ચર્ય ને! પાર ન રહ્યો. પાંચ-છ માણસે! અમારી તરફ આવી પહેાંચ્યા. તેસણે કહ્યું : “ગુરુને તમે મળવા માગા છે! એની તેમને ખબર છે. પણ ગુરુ હમણાં ઉપાસનામાં હેાવાથી કાઈને મળતા નથી.” દેખીતી રીતે મારી સાથેના ગુરુના શિષ્ય, જેને હવાઈ સંદેશા કહી શકાય તેવા સંદેશા મેકલાવ્યા હતા, કારણ કે ખીજી કાઈ રીતે ગુરુને મારા આવવાની જાણ થાય તેમ હતું જ નિહ.' (—With Mystics and Magicians in Tibet') એ જ પુસ્તકમાં આવેલું આ એક વાકય પણ યાદ રાખવા જેવું છે : ‘ Does one become visionary or rather is not that one has been blind until then ? ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204