Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ હેમચદ્રાચાય ૭૧. વિગ્રહને આમાં કેટલેક અંશે ઉપચેગ થયા છે. એટલે રામચન્દ્રની કેટલીક કૃતિએ અને આ શિષ્યેામાં જેમણે તે વખતના સમાજ વિષે લખ્યું હોય તેવાની કૃતિ જોવાથી સોલંકી-યુગના ઇતિહાસ પરત્વે હજી કેટલેાક નવા પ્રકાશ મળવાને સંભવ ખરે. હેમચંદ્રાચાર્યની આ શિષ્યમંડળીએ ગુરુના શબ્દદેહને જાળવવાના પ્રશંસાપાત્ર યત્ન કર્યાં હતા. અજયપાલના કરતાં કાંઇક વધારે સહિષ્ણુ એવા રાજા કુમારપાલ પછી ગાદીએ આવ્યે હોત અને રામચંદ્ર-બાલચંદ્ર કરતાં કાંઈક વધારે વ્યવહારુ એવા રાજનીતિજ્ઞ પડતા એને મળ્યા હાત, તે હેમચંદ્રાચાર્યે શરૂ કરેલી ગુજરાતની સૃષ્ક્રિય વધારે સ્થાયી ને વધારે સુંદર રૂપ પકડત. હેમચંદ્રાચાર્યના છેલ્લા શિષ્ય ખાલચન્દ્ર વિષે એટલું કહી શકાય, કે રામચંદ્રના અકાલ મૃત્યુમાં એ કારણરૂપ હતા. એમનું પાછલું જીવન એમના આગલા જીવનના નૈસર્ગિક પરિપાક હાય તેમ તે માળવા તરફ ચાલ્યા જાય છે ને પછી ત્યાંથી પાછા ફરતા નથી. હેમચંદ્રાચાય ની મુખ્ય કૃતિઓ હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓને અતિ સંક્ષેપમાં પરિચય આપીએ તે પણ તે ઘણા મહત્ત્વના થઈ પડે તેમ છે, પણ એવા સંક્ષિપ્ત પરિચય માટે પણ ઘણુંા વધારે વિસ્તાર જોઈએ. શ્રી મધુસૂદન માદ્રીએ એવા એક પરિચય તૈયાર કર્યાં પણ છે. એટલે આંહીં તે, કેવળ માહિતી માટે મુખ્ય કૃતિઓના નામનિર્દેશ આપવાનું યોગ્ય ગણાય. જેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204