Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ હેમચંદ્રાચાર્ય ૧૭૩. અનેક શબ્દને આચાર્યે એમાં સંઘરી લીધા છે. એમાંના કેટલાક શબ્દ એતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. આચાર્ય સંગ્રહેલા શબ્દોમાં દ્રાવિડ, અરબી અને ફારસી શબ્દો હવાના ઉલેખે પણ વૈયાકરણએ આપ્યા છે. આ ત્રણ શબ્દકેશે ઉપરાંત એક એ શબ્દકેશ “નિઘંટશેષ” – વૈદ્યકીય શબ્દને સંગ્રહ – આપે છે. કાવ્યાનુયાસન – અલંકાર માટે આ ગ્રંથ છે. અને એ જ પ્રમાણે છે તેનુશાસન એ છંદશાસ્ત્ર વિષેને ગ્રંથ છે. શ્રી રસિકલાલ પરીખે સંપાદિત કરીને કાવ્યાનુશાસન બહાર પાડેલ છે. દ્વયાશ્રય – વશ સર્ગમાં રચેલું આ મહાકાવ્ય સોલકી વંશની કીર્તિગાથા જેવું છે. એની રચના “રઘુવંશીને મળતી છે. અને એમાં, કીર્તિગાથા સાથે વ્યાકરણને પણ ગૂંથેલ હેવાથી રચનામાં રસની શિથિલતા આવી ગઈ છે. મૂલરાજ સેલંકીથી શરૂ કરી કુમારપાલ સુધીને સમય એમાં આપેલ છે. એનું અતિહાસિક મૂલ્ય પણ ધ્યાનમાં લેવા જેવું છે. કુમારપાલચતિઃ પ્રાકૃતિદ્વયાશ્રય” – કુમારપાલના નિત્યજીવનને પરિચય આપતું, આઠ સર્ગમાં રચેલું મહાકાવ્ય તે પ્રાકૃતિદ્વયાશ્રય-કુમારપાલચરિત. એમાં કુમારપાલના નિત્યજીવનને અને ધાર્મિક વિકાસક્રમને ઈતિહાસ આપેલે છે. ઐતિહાસિક દષ્ટિએ એ પણ મૂલ્યવાન ગણાય. “સિદ્ધહેમ'ના છેલલા અધ્યાયનાં – પ્રાકૃત વ્યાકરણનાં – ઉદાહરણ આપી વ્યાકરણની દૃષ્ટિએ પણ એને ઉપયેગી બનાવેલ છે. ચોગશાસ્ત્ર – આ પુસ્તકનું ખરું મૂલ્યાંકન એ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204