Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ ૧૭૪ હેમચંદ્રાચાય એમાં હેમચંદ્રાચાયે. પાતાના સ્વાનુભવથી મનને સમજવાના અને બીજાને માટે એ સમજવાની ક્રિયા-પ્રક્રિયાના ઉલ્લેખ કર્યાં છે. મન એ પણ એક અભ્યાસના વિષય છે, એનું વિજ્ઞાન છે, એના અભ્યાસના નિયમે છે – એ સમજી શકાય એવી સાદી શૈલીમાં આપેલું છે. કુમારપાલ માટે ખાસ લખેલા આ પુસ્તકની એ વિશિષ્ટતા છે, કે એમાં સામાન્ય વ્યવહારુ નને નિત્યજીવનમાં ઉપયાગી થઈ શકે એ રીતે ચેાગના સિદ્ધાંતાનું વિવરણ છે. એનું ગુજરાતી રૂપાંતર રા. ગેાપાલદાસ જીવાભાઇએ બહાર પાડેલું છે. ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર - હેમચંદ્રાચાર્યનું સરળ કવિત્વ અને એમની કલ્પના આંહીં જેવાં ખીલ્યાં છે, એવાં બીજા કોઇ ગ્રંથમાં ખીલ્યાં નથી. એમના મૃદુ, સરળ કવિત્વના પ્રતિનિધિ સમાન આ ગ્રંથ છે. આ ગ્રંથમાં તીર્થંકર, વાસુદેવ, પ્રતિવાસુદેવ વગેરે મળી ત્રેસઠ મહાપુરુષોનાં જીવનચરિત્રો છે. અનેક આખ્યાનાના એ મહાસાગર છે. ભવિષ્યકથનની પેઠે એમાં કુમારપાલ વિષે કેટલીક હકીકત આપેલી છે. એ હકીક્તમાંથી તે વખતની કેટલી અતિહાસિક પરિસ્થિતિના ખ્યાલ પણ આવી શકે તેમ છે. કવિ બાણુ અને કાલિદાસ રાજ્યાશ્રિત કવિ હતા. હેમચંદ્રાચાર્ય રાજ્યાશ્રિત ન હતા, પણ રાજમાં માન પામતા. એ ઉપરથી ખાણભટ્ટ અને કાલિદાસની સાથે એમની તુલના કરવાનું સહેજ મન થઈ આવે. પણ આવી તુલના કરવાથી, એક તેા, જેમના વિષે કાંઈ કહેવાનું હોય તેના વિષે સંપૂર્ણ રીતે કાંઈ કહી શકાતું નથી; અને ખીજુ, એવી તુલનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204