Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૨ હેમચંદ્રાચાર્ય કતૃત્વ શંકાસ્પદ ગણી શકાય એવી કૃતિઓને છોડી દઈએ તે પણ એમણે આપેલી કૃતિઓ અનેક વિષયોને ચર્ચનારી – અને અનેક વિષય ઉપર પ્રકાશ આપનારી – છે. સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન – સિદ્ધરાજ જયસિંહની વિજ્ઞપ્તિથી લખાયેલું આ વ્યાકરણ ગુજરાતી ભાષાના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી ગણાય છે. હેમચંદ્રાચાર્યની આ મહાન કૃતિ છે. એની આખી રચના એ પિતે સંપ્રદાયથી કેટલા પર હતા તે બતાવનારી છે. એમાં મૂકેલાં ઉદાહરણ સર્વસામાન્ય જીવનમાંથી લીધેલાં છે. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ પંડિત બેચરદાસે જે શબ્દ આ વ્યાક-રણનું સાચું મૂલ્યાંકન કરાવે છે. પંડિત બેચરદાસે યોગ્ય રીતે કહ્યું છે, કે “પ્રાચીન ભાષાઓના અભ્યાસને માટે કોઈ પણ દેશના વિદ્યાર્થીને ગુજરાતના આ પ્રધાન વ્યાકરણ તરફ જ આવવું પડે તેમ છે. ગુજરાતનું આ ગૌરવ કાંઈ સાધારણ ન કહેવાય.” અભિધાનચિંતામણિનામમાલા–અમરકેશની પેઠે આમાં શબ્દોનો મહાસાગર આવે છે. એકલે હાથે આવે શબ્દસંગ્રહ કરો એ વસ્તુ આજ પણ આપણું માન મુકાવવાને બસ છે. અનેકાર્થસંગ્રહ–અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દો આપ્યા છે, તે આમાં એક શબ્દના અનેક અર્થો આપ્યા છે. હેમચંદ્રને કેશની બાબતમાં પ્રમાણભૂત તરીકે સારા ટીકાકારેએ પણ ટાંકેલા છે. દશીનામમાલા–લેકકંઠમાં ને વ્યવહારમાં રમતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204