Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ હેમચંદ્રાચાર્ય ૧૭૫ પડવાથી દરેક વ્યક્તિનું જે વિશિષ્ટ તત્વ હોય તે અન્યાય પામે છે. બાણ અને કાલિદાસ જે અર્થમાં કવિ હતા, તે અર્થમાં હેમચંદ્રાચાર્ય કવિ ન હતા. એ જ્ઞાનના નિધિ હતા અને એ જ્ઞાનસાગરના એવડા તે મહાન મુસાફર હતા કે કઈ કવિપ્રદેશ – કેવળ કવિતાને વૈભવ – એમને આકર્ષી શકતા નહિ; છતાં એમનું કવિત્વ પણ ઉત્કૃષ્ટ પ્રકારનું છે. એમની પિતાની રચેલી અનેક કૃતિઓના પરિચયથી પણ એ વસ્તુની ખાતરી થશે. કેટલાક પ્રશ્નો હેમચંદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી ન શકાય એવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે. પહેલા પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં એમનું સ્થાન શું હતું? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે દ્વેષ હતું ને આચાર્ય કુમારપાલ પ્રત્યે પક્ષપાત બતાવે હતે, તે એ રાજનીતિમાંથી કઈ પણ પ્રકારની મુશ્કેલી ભગવ્યા વિના એ શી રીતે બહાર આવ્યા કે એમણે રાજનીતિમાં ભાગ જ લીધે ન હતો? હેમચંદ્રાચાર્ય વિષે વિશેષ માહિતી એમના કઈ શિષ્યના ઉલ્લેખોમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે કે નહિ? એમની પિતાની કૃતિઓમાંથી વિશેષ જાતમાહિતી મળી શકે તેવું છે? કુમારપાલને રાજગાદી અપાવવામાં એમણે સક્રિય ભાગ લીધેલ ખરે કે નહિ? એમ સક્રિય ભાગ લીધે હેય તે સિદ્ધરાજ જયસિંહની છેલ્લી ઈચ્છા – કુમારપાલને ગાદી ન મળે – અને એને પરિ. ણામે થયેલી થોડા દિવસની પાટણની અંધાધૂધીમાં આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204