Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ આ ચરિત્ર-ગ્રંથ : એની વિશિષ્ટતા આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રા લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગનો વર્ણનનો આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે, જેથી એને વાંચતાં સહુ કોઈ મુગ્ધ બની જાય, જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વણ ન લખી નાખવું કે કરી દેવુ' એ દરેક માટે શક્ય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી એજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈ શ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડયું છે કે, પ્રસ્તુત જીવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે, એટલુ જ નહિ પણ એમના જીવન સાથે સંબંધ ધરાવતી, પરાપૂર્વથી ચાલી આવતી કિવદનતી જેવી હકીકતો સુધ્ધાંને, આજના સર્વ સામાન્ય લેખકોની માફક, નિરક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલા રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે. -પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ (આ પુસ્તકના ‘આમુખમાંથી) આવરણ - દીપક પ્રિન્ટરી - અમદાવાદ-૩૮૦૦૦૧.

Loading...

Page Navigation
1 ... 202 203 204