Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 196
________________ હેમચંદ્રાચાર્ય ૧૬૯ પણ જુદી જુદી કૃતિઓમાં જોવામાં આવે છે. આ શિષ્યમંડળમાં સૌથી પ્રસિદ્ધ તે રામચન્દ્ર છે. એમનામાં કવિની પ્રતિભા અને સાધુનું તેજ છે. કુમારપાલને થયેલે શેક રામચંદ્ર શમાવ્યું હતું. રામચન્દ્રમાં નાટક લખવાની – અને તે પણ સુંદર નાટક લખવાની – શક્તિ છે. જે કામ હેમચંદ્રાચાર્યું કર્યું – પિતાના જમાનાના ઉપલબ્ધ સાહિત્યમાંથી દેહન કરવાનું – તે કામ રામચંદ્ર પણ ચાલુ રાખ્યું. એમનું “નાટયદર્પણ” એ દષ્ટિએ ઘણું મહત્વનું ગણાય. શ્રી સાંડેસરા, એમની પ્રશંસા કરતાં, એગ્ય રીતે કહે છે કે પૂર્વકાલીન પરંપરાઓમાં જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્ય પર ઘડાયેલાં વિધાનને પાંડિત્યના ક્ષેત્રમાં છૂટાં મૂકવાનું સાહસ કરવું એ કંઈ સામાન્ય વાત નહોતી.” રામચંદ્ર રસને સુખાત્મક અને દુઃખાત્મક એવા બે પ્રકારમાં વિભક્ત કરેલ છે. રામચંદ્રની આ કૃતિની મૌલિક્તા જેટલી પ્રશંસનીય છે, તેટલી જ અગત્યની એમાં સચવાયેલી ઐતિહાસિક માહિતીઓ પણ છે. રામચંદ્રનું એક બિરુદ “પ્રબન્ધશતક' છે. એ ઉપરથી અનુમાન કરવાનું મન થાય છે કે તેમણે સે પ્રબંધે લખ્યા હશે. શ્રી. લાલચંદ્ર ગાંધીને એ મત છે. વધારે સંભવિત તે શ્રી સાંડેસરાએ ધેલ મુનિશ્રી જિનવિજયજીને મત લાગે છેઃ “પ્રબન્ધશત” નામે કેઈ સ્વતંત્ર પુસ્તક જ હોય. રામચંદ્રની બીજી વિશિષ્ટતા એ છે, કે એમણે ધાર્મિક કરતાં સામાજિક સાહિત્ય વધુ પ્રમાણમાં આપ્યું છે. આ નાટક ભજવવા માટે લખાતાં હશે, અને એ દષ્ટિએ જોતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204