Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ ૧૬૭ હેમચંદ્રાચાર્ય ઘણે મોટો ફાળો છે. “મો રો ફૂદત્તઃ' એ સોમપ્રભના વાક્યમાં લેશ પણ અતિશયોક્તિ નહિ લાગે. હેમચંદ્રાચાર્યો, એ પ્રમાણે, ગુજરાતના સંસ્કારનું નિર્માણ કર્યું, એમાં એમની વિશાળ – સાંપ્રદાયિક અંધશ્રદ્ધાથી પર –એવી દષ્ટિ કારણરૂપ છે. એમણે ગુજરાત માટે જન્માવેલું એ અભિમાન (સારા અર્થમાં) બીજા પણ ઘણું જૈન મુનિઓએ પિતાપિતાની કૃતિઓમાં દર્શાવ્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ એમને રોગ્ય રીતે “સ્વાદુવાદવિજ્ઞાનમૂતિ' કહ્યા છે. આ સ્યાદ્વાદ એ જ હેમચંદ્રાચાર્યનું નિયામક બળ છે. લેકસંસ્કારનું શાંત કામ જીવનભર કર્યા કરવાની મહત્તા પણ એ વાદનું જ પરિણામ છે. * વિતરાગસ્તુતિમાંના “વું વા વર્ધમાન શનિટ જેરા વા શિવં વા' હેમચંદ્રાચાર્ય ના આ વચનમાં પણ એ જ દષ્ટિની વિશાળતા દેખાઈ ४ उत्सालताल करतालिकाभिः सृजन्ति गीतिरिह शालिगोप्यः । પ્રિયા સમાન વિષયાનિવનિ તૈઃ સ્થિતાનાદિ મૂત્તરાગામ છે દેવવિમલગણિકૃત “હીરસૌભાગ્યમ્ માં આવેલ ગુજ૨ નારીઓ વિષેને આ ઉલ્લેખ ધ્યાનમાં રાખવા ગ્યા છે. ખેતરનું રક્ષણ કરતી સ્ત્રીએ રાસડા લે છે, પણ એ રાસડામાં અનેક દેશોમાં વિજય મેળવનાર ગુજરાતીઓની યશગાથા વણેલી છે. સાહિત્ય અને પ્રજાજીવન એકબીજાને કેટલાં ઉપકારક છે એનું આ સુંદર ઉદાહરણ છે. * “કુમારપાલપ્રબંધ'માં દેવતાએ હેમચંદ્રને વિનંતી કરી કે તમે ગુજરાત મૂકીને બીજે જશે નહિ. આમાં સત્ય ગમે તે હોય, પણ ગુજરાતની સંસ્કારિતાને ઘડવાને આચાર્યને દઢ સંકઃ૫ એમાંથી દેખાઈ આવે છે. આ દષ્ટિએ ગુજરાતને માટે જ જીવન અર્પણ સ્વાન મહાન સંકલ્પ સેવનાર એ પહેલા મહાન ગુજરાતી ગણાય. ' ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204