Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ પરિશિષ્ટ क्लृप्त व्याकरण नव विरचित छदो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्र नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ “નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દ્વયાશ્રય મહાકાવ્ય, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર, જિનચરિત્ર – આ સઘળું જેમણે રચ્યું, તે હેમચંદ્રાચાર્યે લેકને મોહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો?” સેમપ્રભસૂરિએ ઉપરના લેકમાં હેમચંદ્રાચાર્યની આ રીતે સાહિત્યસમીક્ષા કરી છે. પિતાના સમયનું સાહિત્યનું એક પણ અંગ આચાયે વણખેડયું રાખ્યું નથી. એવી અગાધ વિદ્વત્તા છતાં એમનામાં જે વિનમ્રતા હતી અને સર્વ જનને પ્રિય થઈ શકવાની અલૌકિક ચારિત્રશુદ્ધિ હતી, એને લીધે હેમચંદ્રાચાર્ય સમગ્ર જનવતી સંસ્કારના નિર્માતા થઈ શક્યા હતા. ગુજરાતના આજના સંસ્કારે, વિનમ્રતા, આતિથ્ય-સત્કાર, અહિંસા, વિવેક, વચનપાલન, વ્યવહારશુદ્ધિ, વ્યાપારસાહસ, દયાળુવૃત્તિ, અપ્રાંતીયતા – આખા હિંદને મુકાબલે ગુજરાતનું આ જે ગુજરાતીપણું – એ ગુજરાતીપણું ચૌલુક્ય વંશના રાજાઓના વખતમાં નિર્માણ થયું છે. અને એ સંસ્કારનિર્માણમાં હેમચંદ્રાચાર્યની વિભૂતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204