Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 191
________________ ૧૬૪ હેમચંદ્રાચાર્ય એક ઘડીભર કલ્પના કરીએ, તે હેમચંદ્રાચાર્યની ગૌર, કાંચનવર્ણ, ઊંચી, પડછંદ, પાતળી કાયા આપણી નજરે ચડે છે. પ્રાકૃત “દ્વયાશ્રય”માં વર્ણન કરેલ પાટણની એમની કલ્પનામૂર્તિ એટલી વૈભવશાળી, સુંદર ને મને રમ છે, કે જાણે એ વૈભવ, અને મનેરમ કાંતિ, અને એ પ્રતાપ ને પ્રભાવ એમની વાણીમાં એમને પિતાને જ દેહ વર્ણવતા હોય ! તપેલા સુવર્ણ જેવી કાંતિ, * ચહેરા ઉપર આવી રહેલી પ્રેમભાવનાની મૃદુતા, શ્રમસાધના અને સંયમથી બનાવેલું દુજેયપૌરુષ શરીર, વિચારની સ્પષ્ટ સરણીથી નાકની મને હર દાંડીમાં આવેલી ગારડના જેવી રમણીયતા, ભવ્ય આકર્ષક પ્રતિભાસંપન્ન દેખાવ, શરીરશુદ્ધિ, વિચારશુદ્ધિ, માનસશુદ્ધિ – એ ત્રણે પ્રકારની શુદ્ધિથી નેત્રમાં બેઠેલું અકારણ નૈસર્ગિક મનહર આછું મિત, યેગીના જેવી નિસ્પૃહ મનેદશા, અને છતાં માત્ર સાદી વિનેદવાણીથી પણ લેકના દિલને જીતનારી મધુર પ્રસન્ન ભારતી – હેમચંદ્રાચાર્યની કલ્પના કરે અને એમનો દેહ પાટણના ખંડેરેમાંથી ખડે થાય છે. વધારે મહાન હતા; કારણ કે કલ્પનાની એવી અનેક મંજરીઓને તજવાનું એમનામાં સામર્થ્ય હતું. પણ પ્રલેભન તર્યું હતું, માટે પ્રલોભન આવ્યું જ ન હતું એ દલીલ તે અનતિહાસિક અને તત્ત્વદર્શનની પણ વિરુદ્ધ છે. * સોમપ્રભકૃત “કુમારપાલપ્રતિબંધ', ગાથા ૨૦-૨૧ * સિદ્ધરાજને એમના દેખાવે આકર્ષ્યા હતા, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204