Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ હેમચદ્રાચાય ૧૬૩ ( આપતાં ચગ્ય રીતે કહ્યું છે કે એ ખાલસાધુએ સિદ્ધરાજ જયસિંહના જ્વલંત યુગનાં આંદોલના ઝીલ્યાં; કુમારપાલના મિત્ર ને પ્રેરકની પદવી પ્રાપ્ત કરી; ગુજરાતના સાહિત્યને નવયુગ સ્થાપ્યા. એમણે જે સાહિત્ય-પ્રણાલિઓ સ્થાપી, જે ઐતિહાસિક દૃષ્ટિ કેળવી, એકતાનું ભાન સરજાવી જે ગુજરાતી અસ્મિતાના પાચા નાખ્યા તેના પર આજે અગાધ આશાના અધિકારી એવા એક અને અવિચાય ગુજરાતનુ મદિર રચાયું છે.' * . *શ્રી કનૈચાલાલ મુનશીએ મજરીની કાલ્પનિક મૂર્તિ પાસે હેમચંદ્રાચાર્ય ને અસ્વસ્થ થતા બતાવ્યા છે; એ વસ્તુસ્થિતિથી કેટલાકના સાંપ્રદાયિક માનસને ધક્કો પણ લાગ્યા હશે. કલાકાર તરીકે શ્રી. મુનશીએ લીધેલી એ છૂટમાં સાચેાનેિ આ પ્રમાણે છે : માણુસ મહાન જન્મતા નથી, મહાન થાય છે. તિલક મહારાજને ગણિત ઉપર અગાધ પ્રેમ હતા. દેશે એ પ્રેમને ભાગ માગ્યા. અને એમણે પોતાના કલ્પનાના આનંદ જતા કર્યાં. જુવાન હેમચંદ્રાચાર્ય કલ્પના-પ્રદેશમાં રાચનાર સુંદર કવિ પણ કોઈ વખત હશે. ત્રિષ્ટિશલાકા’માં એમણે વર્ણવેલી ‘ કલ્પનાની સુંદરીએ ' એમને કાવ્યરસ તરફ આકતી હશે. અને એમના નિત્યાત સંયમ એમને અત્યંત ઉદ્યોગ વડે સિદ્ધ થાય એવા શાસ્ત્રીય જીવન તરફ દારતા હશે. એ પ્રયત્ન વડે હેમચંદ્રાચાય મહાન થાય છે – એ સિદ્ધ કરવું હાય તા એમના જીવનમાં એક મ’જરી આવી જ જોઈએ. એવી રીતે કલાકારને તિ સમજ્યા વિના હરેક સંપ્રદાય પેાતાની અધભક્તિને ધર્યાં કરે તા, પરિણામે, એ સંપ્રદાયના સાહિત્ય પ્રત્યેની અભ્યાસવૃત્તિ નાશ પામે. હેમચંદ્રાચાય ને મજરીએ આકર્યાં એમાં મંજરી મહાન હતી; કારણુ કે એ કાલ્પનિક હતી. અને કલ્પના, હેાય એના કરતાં ઘણું વધારે સામર્થ્ય દર્શાવી શકે છે; પણ હેમચંદ્રાચાય તેા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204