Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 180
________________ હેમચંદ્રાચાર્ય ૧૫૩ દરેક કાર્યને ન્યાય આપ્યું હતું. કાર્ય કરવાની તેમની આ વૃત્તિને લીધે જ એમણે જીવનના મહત્વના પ્રસંગેને, એમનાં સાચાં મૂલ્યાંકને મૂકીને, મૂલવ્યા છે. એમની વ્યવહાર નિપુણતા કે રાજનીતિનિપુણતા એ આ વૃત્તિને પરિપાક છે. એથી જ રાજનીતિનિપુણ છતાં એ એક નિલેપ સાધુ રહી શક્યા હતા, અને નિર્લેપ સાધુ છતાં વ્યવહારદક્ષ પુરૂષ ગણાયા હતા. વ્યવહારદક્ષ છતાં એ વિદ્વાન મટયા ન હતા, અને વિદ્વાન રહ્યા છતાં એ પિથીપંડિત થયા ન હતા. સમગ્ર પ્રજાના ઉત્કર્ષમાં તે આવી વૃત્તિવાળે મનુષ્ય જ મહત્વને ભાગ ભજવી શકે એ અતિહાસિક જીવનચરિત્રમાંથી સિદ્ધ કરી શકાય તેવી બાબત છે. હેમચંદ્રાચાર્યે પિતાના જમાનામાં જે કાંઈ અસ્તિત્વમાં હતું – રાજા, રાજસત્તા, લેકવ્યવહાર, લેકપ્રથા, વિકસભા, વિદ્યાધામ, મંદિર, મઠ, નાટયગૃહ, નૃત્ય, ઉત્સ, યાત્રાઓ વગેરે જે કાંઈ અસ્તિત્વમાં હતું – તે સઘળું પિતાના વ્યક્તિત્વથી છાઈ દીધું હતું. તે સઘળાંને એમણે અપનાવ્યાં, કલ્પનાથી વૈભવભરિત કર્યા, પિતાની જીવનશુદ્ધિથી ઉજાળ્યાં, અને ફરીને લેકસમૂડમાં રમતાં મૂકી દીધાં. “અમારું નગર આવું જ હોય, અમારો રાજા આ જ હેય, અમારા સામંતે આવા જ હોય, અમારે વણિક આવે જ હોય” એમ, શ્રી કનૈયાલાલ મુનશીને શબ્દ વાપરીએ તે, ગુજ. રાતીઓમાં “અસ્મિતા' આણું. ગુજરાત પણ કાંઈક છે; કાંઈક શું, ગુજરાત એક અને અદ્વિતીય છે એવી અહંવૃત્તિ નહિ, પણ સમજણપૂર્વકની ઉદાત્ત વૃત્તિ ગુજરાતીઓને આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204